ગુજરાતના ચાવાળાની અનોખી ઓફર, ‘ધ કેરાલા સ્ટોરી’ ની ટિકિટ બતાવો અને ચા-કોફી ફ્રીમાં પીઓ

The Kerala Story Offer : સુરતના વેસુ વિસ્તારમાં ચાની સ્ટોલ ચલાવતા દુકાનદારે તેની દુકાન પર પોસ્ટર લગાવ્યું છે. જેના પર લખાયું છે કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' જોઈને આવનારને ફ્રી ચા અને કોફી આપવામાં આવશે

ગુજરાતના ચાવાળાની અનોખી ઓફર, ‘ધ કેરાલા સ્ટોરી’ ની ટિકિટ બતાવો અને ચા-કોફી ફ્રીમાં પીઓ

Surat News : તમને નવાઈ લાગશે પણ હાલમાં ધ કેરાલા સ્ટોરીએ દેશભરમાં ધૂમ મચાવી છે. ગુજરાતના ચા વિક્રેતાએ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને લઈને અનોખી ઓફર કરી છે. ચા વિક્રેતાએ તેની દુકાન પર એક પોસ્ટર લગાવ્યું છે કે ફિલ્મ જોયા પછી જે લોકો દુકાન પર આવશે અને ટિકિટ બતાવશે તેમને મફત ચા અને કોફી આપવામાં આવશે. આ પોસ્ટર બાદ અનેક લોકો દુકાને પહોંચી રહ્યા છે.

આ દિવસોમાં ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મની સ્ટોરી પર પણ રાજનીતિ ચાલી રહી છે. આ ફિલ્મને ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં, આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમયે ગુજરાતના સુરતમાં એક ચાની દુકાનના માલિકે આ ફિલ્મને લઈને લોકો માટે એક અનોખી ઓફર કરી છે. ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેકસ ફ્રી જાહેર થાય તેવી સંભાવના છે. 

સુરતના વેસુ વિસ્તારમાં ચાની સ્ટોલ ચલાવતા દુકાનદારે તેની દુકાન પર પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ની તસવીર છપાયેલી છે. તેના પર લખવામાં આવ્યું છે કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' જોઈને આવનારને ફ્રી ચા અને કોફી આપવામાં આવશે.

દુકાનદારનું કહેવું છે કે જે લોકો ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' જોઈને દુકાને આવે છે અને ફિલ્મની ટિકિટ બતાવે છે, તેમને ફ્રીમાં ચા-કોફી આપવામાં આવે છે. ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને લોકોને આ દુકાન પર ફ્રી ચા અને કોફી આપવામાં આવી રહી છે. ઘણા લોકો ફિલ્મ જોઈને કેસરિયા ચાની દુકાને પહોંચ્યા હતા અને ફિલ્મની ટિકિટ બતાવીને ઓફરનો લાભ લીધો હતો. પોસ્ટર પર લખ્યું છે કે આ ઓફર 15 મે સુધી ચાલશે.

ચા પીવા આવેલા લોકોએ ફિલ્મ વિશે શું કહ્યું
જ્યારે સ્થળ પર હાજર લોકો સાથે વાત કરવામાં આવી તો તેઓએ ફિલ્મ વિશે વાત કરી હતી. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે,  તેમને આ ચાની દુકાન પર ચાલી રહેલી ઓફર વિશે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ. ફિલ્મ જોયા પછી હું આ દુકાનમાં ચા પીવા આવ્યો છું. વિનોદ પુરોહિતનું કહેવું છેકે મને લાગે છે કે આ પ્રકારનું અભિયાન આખા દેશમાં શરૂ કરવું જોઈએ, જેથી લોકો આ ફિલ્મ જુએ, જેથી તેઓ જાણી શકે કે સમાજમાં કેવા કેવા કેસ સામે આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news