સુરતમાં મંદીના વાદળો છવાયા, એક સમયે 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયે ત્રણ દિન બંધ રહે છે

સુરત (Surat) માં કાપડની માંગની અછતના કારણે મિલ માલિકો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ છે. જેમાં સૌથી મોટું ફેક્ટર કેમિકલના ભાવમાં વધારો છે. મિલમાલિકો પણ ઓછા લોસમાં ઈન્ડસ્ટ્રી ચાલે તે માટે કાર્યરત છે. પણ હાલ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલો બંધ રાખવામાં આવે છે. અથવા તો કેટલાક મિલમાલિકો છ દિવસમાં 12 કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલિ બંધ રાખવામાં આવી રહી છે.
સુરતમાં મંદીના વાદળો છવાયા, એક સમયે 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયે ત્રણ દિન બંધ રહે છે

ઝી મીડિયા/બ્યૂરો :સુરત (Surat) માં કાપડની માંગની અછતના કારણે મિલ માલિકો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ છે. જેમાં સૌથી મોટું ફેક્ટર કેમિકલના ભાવમાં વધારો છે. મિલમાલિકો પણ ઓછા લોસમાં ઈન્ડસ્ટ્રી ચાલે તે માટે કાર્યરત છે. પણ હાલ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલો બંધ રાખવામાં આવે છે. અથવા તો કેટલાક મિલમાલિકો છ દિવસમાં 12 કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલિ બંધ રાખવામાં આવી રહી છે.

24 કલાક સુરતમાં કાર્યરત રહેતી મિલો કેમિકલ સહિત કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડમાં અછતના કારણે મિલમાલિકો સપ્તાહમાં ત્રણથી બે દિવસ મિલ બંધ (Surat Processing Mills Closed) રાખવા ફરજ પડી છે. 

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું કે, દિવાળીના 15 દિવસ પહેલા જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ પણ છે. જેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. 

  • એક એ કે, જીએસટીના રેટમાં વધારો કરવા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુ.
  • બીજી બાબત છે કે કોલસા અને ઇનપુટ કોસ્ટમાં વધારો નોંધાયો હતો. સાથોસાથ લિગ્નાઇટના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. 
  • ત્રીજું કારણ એ કે યુપી અને પંજાબમાં ઇલેક્શન છે (UP Election Effect On Surat Taxtile Industry) તેના કારણે ડિમાન્ડમાં અછત સર્જાઈ છે. 

આ પણ વાંચો : ધૂતારાએ ધતૂરાનુ પાણી પીવડાવી દીધું, અને કરોડોનો વરસાદ કરવાનો હતો... પણ...

તેમણે કહ્યું ક, સૌથી મોટું ફેક્ટર છે કે કેમિકલના ભાવમાં પણ વધારો. મિલમાલિકો પણ ઓછા લૉસમાં ઇન્ડસ્ટ્રી ચાલે એ માટે કાર્યરત છે. દિવાળી પહેલા જે શ્રમિકો પોતાના વતન ગયા છે તે કેટલાક અત્યાર સુધી પરત આવ્યા નથી. ડિમાન્ડ ન હોવાના કારણે તેઓ પણ ત્યાંથી ફોન કરીને પૂછી લેતા હોય છે. હાલ બે થી ત્રણ દિવસ મિલો સપ્તાહમાં બંધ રાખવામાં આવે છે અથવા તો કેટલાક મિલમાલિકો 6 દિવસમાં 12 કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલો બંધ રાખવામાં આવી રહી છે. એટલું જ નહિ, હાલ જે યુપી-પંજાબમાં ચૂંટણી છે. તેના કારણે પણ અનેક શ્રમિકો પોતાના વતન ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news