સુરત શહેરના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ: ભરબપોરે કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું

Surat Rains: ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

સુરત શહેરના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ: ભરબપોરે કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું

Gujarat Monsoon 2023: ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહિંવત છે, તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. પરંતુ વાતાવરણમાં ભેજ હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું છે. બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ અહેવાલ વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભરબપોરે સાંજ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરના અડાજણ, પીપલોદ, કતારગામમાં વરસાદી માહોલ બન્યો છે. વાતાવરણમાં અચાનક પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરતમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા છે. સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે.

આ ઉપરાંત મજૂરા, નાનપુરા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે, એટલુ જ નહીં શહેરના લિંબાયત, ઉધના, પાલ, અડાજણ વિસ્તારોમાં ભર બપોરે વરસાદી માહોલ છવાયો છે. અચાનક બપોરના સમયે શરૂ થયેલા વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે, અને લોકો અટવાયા છે.   

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news