હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાએ પતિની પ્રેમિકાની કરી ધોલાઈ, વાયરલ થયો વીડિયો

સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં બે મહિલા મારામારી કરી રહી છે. એક મહિલાના પતિ સાથે બીજી મહિલાને પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ થતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. 

હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાએ પતિની પ્રેમિકાની કરી ધોલાઈ, વાયરલ થયો વીડિયો

પ્રશાંત ઢીવરે-સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા ખાતે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મહિલાના પતિના બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.  દમણની મહિલા હોમ ગાર્ડ ઉષાબેનના પતિ સાથે જાગૃતિબેનના પ્રેમ સંબંધ હતા. પાડોશમાં રહેતી બન્ને મહિલાઓ એકમેક સાથે ઝઘડી પડી હતી. આ મામાલે પોલીસે જાગૃતિ નામની મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

ઉષાબેન નામની મહિલા દમણ હોમગાર્ડમાં નોકરી કરતી હતી. પ્રાપ્ત વિગત અનુસાર હોમગાર્ડમાં નોકરી કરતી ઉષા નામની મહિલાના તેની બાજુમાં રહેતી જાગૃતિ સાથે પ્રેમ સંબંધ હતો. આ ઘટનાની જાણ થયા બાદ ઉષા અને જાગૃતિ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. સામે આવેલા વીડિયોમાં મહિલાઓ બેફામ ગાળો પણ બોલી રહી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 30, 2023

પોલીસે તપાસમાં હુમલા પાછળનું કારણ સામે આવ્યું છે. ઉષા નામની મહિલાના પતિના  જાગૃતિ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ મહિલા હોમગાર્ડ ઉષાને થઈ હતી. ત્યારબાદ ઉષાએ પાડોસમાં રહેતી જાગૃતિ નામની મહિલાને ઘરે જઈ મારામારી કરી હતી. ઉષાએ જાગૃતિ નામની મહિલાને ઢોર માર મારતા તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. પોલીસે જાગૃતિની ફરિયાદના આધારે ઉષા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news