માથાભારે સૂર્યા બંગાળીએ સુરત પોલીસની આબરુના ધજાગરા ઉડાડ્યા, ડીજે સાથે જન્મદિવસ ઉજવ્યો

માથાભારે સૂર્યા બંગાળીએ સુરત પોલીસની આબરુના ધજાગરા ઉડાડ્યા, ડીજે સાથે જન્મદિવસ ઉજવ્યો
  • સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સૂર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો
  • ડીજેના તાલે અને ફટાકડા ફોડીને સૂર્યા બંગાળીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો

ચેતન પટેલ/સુરત :ગુજરાત પોલીસ ગુનાઓ મામલે સતત ઊંઘતી ઝડપાઈ રહી છે. આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળ્યાનું સૂત્ર ગુજરાત પોલીસને હવે ફીટ બેસી રહ્યું છે. કોરોના ગાઈડલાઈન છતાં એક સપ્તાહની અંદર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા કિસ્સાઓ સતત બની રહ્યાં છે. જેમાં પોલીસ મૂક દર્શક બનીને જોઈ રહી છે. થરાદમાં ડાયરો હોય કે સુરતમાં અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ હોય, તમામ કિસ્સામાં પોલીસ ઘટના બાદ બીજા દિવસે એક્શનમાં આવી છે. ત્યારે હવે સુરતના માથાભારે ડોને સુરત પોલીસ (surat police) ની આબરુના ધજાગરા ઉડાવ્યા છે. સુરતમાં માથા ભારે સૂર્યા બંગાળી (Surya Bangali) દ્વારા જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. 

No description available.

પાસ નેતા અલ્પેશ કથરીયા બાદ સુરત જિલ્લામાં બનેલો આ બીજો કિસ્સો છે. જેમાં જન્મ દિવસની ઉજવણી કરીને મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવામાં આવ્યા હતા. ડીજેના તાલે અને ફટાકડા ફોડીને સૂર્યા બંગાળીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ઓલપાડ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસમાં આ ઉજવણી કરવામાં આવી હતી. ક્રિસમસના દિવસે ઉજવાયેલી તેની બર્થડે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા છે. જન્મદિવસે મેદની એકઠી કરીને સૂર્યા બંગાળીએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કર્યો છે. 

No description available.

સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સૂર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો છે. આ બર્થડે પાર્ટીના વીડિયો અને તસવીરોએ સોશિયલ મીડિયામાં વાયરલ આકર્ષણ જમાવ્યું છે. સુરતના ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે સૂર્યા બંગાળીનો ખૌફ છવાયેલો છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આ કિસ્સામાં કાર્યવાહી કરે છે કે નહિ. 

No description available.

ઉલ્લેખનીય છે કે, 2018 માં પણ જાહેર જન્મ દિવસ ઉજાણી કરવાને લઇને સુરત પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. રસ્તા પર તલવારથી કેક કાપતા કિસ્સાઓ અગણિત છે. ત્યારે હવે કોરોનામાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news