દ્વારકાના દરિયામાંથી મળ્યું શંકાસ્પદ જહાજ, 13 ક્રૂની કોસ્ટગાર્ડે આદરી પુછપરછ

સલાયાનું એખ માલવાહક જહાજ ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતું હોવાનું સામે આવતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ એઝન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી કંઇ અનઅધિકૃત બાબત જણાઇ નથી. પરંતુ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા જહાજના ક્રુ મેમ્બર્સની પુછપરછ કરવામાં આવી રહી છે.
દ્વારકાના દરિયામાંથી મળ્યું શંકાસ્પદ જહાજ, 13 ક્રૂની કોસ્ટગાર્ડે આદરી પુછપરછ

દ્વારકા : સલાયાનું એખ માલવાહક જહાજ ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતું હોવાનું સામે આવતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ એઝન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી કંઇ અનઅધિકૃત બાબત જણાઇ નથી. પરંતુ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા જહાજના ક્રુ મેમ્બર્સની પુછપરછ કરવામાં આવી રહી છે.

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા બુધવારે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય જિલ્લાની 5 અને પોરબંદરની 5 બોટનો ફિશિંગ ઝોન તેમજ IMBL નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેથી કાર્યવાહી માટે ફિશરિઝ વિભાગને સોંપવામાં આવતા તમામ બોટના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ મળી આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news