ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે, બહુ જ કામના છે આ અપડેટ

Government School Teachers Uniform : સરકારી શાળામાં ભણાવતા શિક્ષકોના પહેરવેશ છૂટછાટ પર હવે લગામ મૂકવામા આવશે... નવા પ્રસ્તાવ મુજબ તેઓને ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરીને શાળામાં આવવુ પડશે

ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે, બહુ જ કામના છે આ અપડેટ

Uniform For Teachers હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની શિક્ષણનીતિ પર વિપક્ષોએ કાદવ ઉછાળ્યો હતો. ત્યારે હવે સરકાર આ છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતની શિક્ષણનીતિમાં ધરખમ ચેન્જિસ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો મનફાવે તેમ કપડા પહેરીને નહિ આવી શકે. આ માટે પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસ્તાવ મુજબ, શિક્ષકો જિન્સ-ટીશર્ટ જેવા કપડા નહિ પહેરી શકે. તેઓને ભારતીય સંસ્કૃતિમાં શોભે તેવા પહેરવેશ સાથે શાળામાં આવવાનું રહેશે.

આ વિશે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવન કોરાટે જણાવ્યું કે, આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બેઠક યોજાશે. આ બેઠકમાં શૈક્ષણિક સ્ટાફ એટલે કે શિક્ષકો ભારતીય સંસ્કૃતિ ને શોભે તેવા પોશાક પહેરવા માટે નો પ્રસ્તાવ મુકવામાં આવનાર છે. આ બેઠકમાં ચર્ચા થઈ કે, શિક્ષકો શાળામાં યોગ્ય પહેરવેશ પહેરે તે જરૂરી છે. શાળામા શિક્ષકો શિક્ષિકા પેન્ટ શર્ટ અને ટી શર્ટ પહેરી આવતા તેમજ મનફાવે તેમ કપડા પહેરીના આવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના કારણે શૈક્ષણિક સ્ટાફને યોગ્ય લાગે તેવા પોશાક પહેરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ હોય તો શિક્ષકો યોગ્ય પરિધાન પહેરે તે જરૂરી છે. તેથી આ પ્રસ્તાવ હવે જલ્દી જ લાવવામાં આવશે. 

આ પણ વાંચો : 

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પહેરે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે યોજાનાર સામાન્ય સભામાં આપ પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 લેખી લેવામાં આવે છે તેની જગ્યાએ 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવશે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 રૂપિયા લેવામાં આવે છે. જે 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવું ડૉ પ્રિયવન કોરાટે જણાવ્યું. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news