ગુજરાતની આ હોસ્પિટલમાં હવે INDIAN ARMY એ સંભાળી કમાન, કોરોનાની ખેર નથી

અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.
ગુજરાતની આ હોસ્પિટલમાં હવે INDIAN ARMY એ સંભાળી કમાન, કોરોનાની ખેર નથી

અમદાવાદ : અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.

દર્દીઓ અને ડૉક્ટરોના ઉંચા રેશિયો અને વધુ વિશેષજ્ઞોની ઉપલબ્ધતાના કારણે દર્દીઓના અનમોલ જીવ બચાવવા સાથે અહીં સકારાત્મક પરિણામો પહેલાંથી જ જોવા મળી રહ્યાં છે. અથાક જુસ્સા અને ઉત્સાહ સાથે અંજુ શર્મા, IAS એકંદરે આ પ્રયાસોનું સંકલન કરી રહ્યાં છે. ગુજરાતમાં લોકોને સેવા પૂરી પાડવા માટે નાગરિક-સૈન્ય સંકલનના સ્પષ્ટ પરિણામો જોવા મળી રહ્યાં છે.

ભારતીય સૈન્ય તરફથી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં મુખ્ય સંયોજક, અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) પરિસ્થિતિના અપડેટ અંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને મળ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના સૌથી વરિષ્ઠ ટોચના અધિકારીને ભારતીય સશસ્ત્ર દળોના પ્રયાસોમાં કરવામાં આવેલી નોંધપાત્ર વૃદ્ધિ વિશે માહિતી આપી હતી અને ભારતીય સશસ્ત્ર દળના ‘હર કામ દેશના નામ’ સિદ્ધાંતનું દરેક દ્વારા પાલન થવાની ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news