સુરતમાં મોડી રાત્રે ઘરની બહાર નિકળેલા યુવકનો મૃતદેહ મળ્યો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ 

શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવક શુક્રવારની રાત્રે મોડી રાત્રે ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે આ યુવકની શંકાસ્પ્રદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. મોડી રાત્રે તેની બાઈક અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. 

સુરતમાં મોડી રાત્રે ઘરની બહાર નિકળેલા યુવકનો મૃતદેહ મળ્યો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ 

ચેતન પટેલ/સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવક શુક્રવારની રાત્રે મોડી રાત્રે ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે આ યુવકની શંકાસ્પ્રદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. મોડી રાત્રે તેની બાઈક અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના માથામાં ઈજાના નિશાન છે, જ્યારે શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં યુવકનું અકસ્માતમાં મોત થયું છે. 

મોડી રાત્રે મળ્યો હતો મૃતદેહ 
પાંડેસરા રહેતા મૂળ બિહારના અમરજીતસિંગ સંયુક્ત પરિવારમાં રહેતો હતો. અને ડાઈંગ મીલમાં ફોલ્ડીંગ ખાતાનો કોન્ટ્રાક્ટર હતો. છેલ્લા સાત વર્ષથી અમરજીતસિંગ સુરતમાં રહેતો હતો. શુક્રવારની રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા બાદ કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. અને તે દરમિયાન અમરજીતસિંગ બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત્રે વેસુ વિસ્તારમાં તેની બાઈક ખજુરીના ઝાડ સાથે અથડાઈ અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અમરજીતસિંગના પાસેથી મળી આવેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. અમે તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પરિવારે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી
અમરજીતસિંગને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો. પરિવાર તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ બાઈક જોઈ હતી. જેમાં બાઈકની એક સાઈડમાં નુકસાન થયેલું જોવા મળ્યું હતું. જ્યારે અમરજીતસિંગના માથામાં ઈજા મળી આવી હતી. જોકે, અકસ્માત થયો હોવા છતા શરીર પર અન્ય કોઈ જગ્યાએ ઈજા ન હોવાથી પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. 

પોલીસે તપાસમાં અકસ્માત થયાનું આવ્યું બહાર 
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને પરિવારની હત્યાની આશંકાને ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પીનાકીન પરમાર (એસીપી, સુરત)એ જણાવ્યું હતું કે, મોડી રાત્રે અમરતજીતસિંગ મિત્રને મૂકી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અકસ્માત થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માત જ થયો હોવાનું જણાઈ રહ્યું છે. યુવક બિહારનો હોવીાથી ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જોકે, અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news