સુરતમાં પરપ્રાંતીયનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

પરપ્રાંતીયનો મામલે ગુજરાતમાંથી મોટા ભાગના પરપ્રાંતીયો ગુજરાત છોડીને ભાગી રહ્યા છે. જ્યારે સુરતના માંગરોળ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. અને કંપનીની રૂમમાં જ તેનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે હત્યા કે આત્મ હત્યા અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે. 
સુરતમાં પરપ્રાંતીયનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

સુરત: પરપ્રાંતીયનો મામલે ગુજરાતમાંથી મોટા ભાગના પરપ્રાંતીયો ગુજરાત છોડીને ભાગી રહ્યા છે. જ્યારે સુરતના માંગરોળ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. અને કંપનીની રૂમમાં જ તેનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે હત્યા કે આત્મ હત્યા અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે. 

રાજ્યમાં પર પ્રાંતીયો પર હુમલાઓ 
ગુજરાતમાં હિંમતનગરમાં 14 માસની બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં પર પ્રાંતીયો પર હુમલાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. અને રાજ્યાના 6 જિલ્લાઓમાં આ અંગેની સોથી વધારે અસર જોવા મળી હતી. રાજ્યમાંથી બિહાર, યુપી, અને મધ્યપ્રદેશના રહેવાસીઓ મોટી સંખ્યમાં ગુજરાત છોડીને જઇ રહ્યા હતા. તેવામાં સરકાર તરફથી તેમને ગુજરાત ન છોડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની ઘટનાઓ પર રોક પણ લાગી હતી. છતા પણ સુરતમાં પર પ્રાંતીયની બળેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news