'ભાઈઓ નહોતા બોલાવતા તો...પતિએ પત્ની-દીકરા સાથે મોતને વ્હાલું કર્યું, સામૂહિક આપઘાતથી ખળભળાટ

સુરતમાં પતિએ પત્ની અને પોતાના પુત્રની હત્યા કરીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારના રુસ્તમ પાર્કની છે કે જ્યાં પતિએ પોતાની પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાંખી.

'ભાઈઓ નહોતા બોલાવતા તો...પતિએ પત્ની-દીકરા સાથે મોતને વ્હાલું કર્યું, સામૂહિક આપઘાતથી ખળભળાટ

ઝી બ્યુરો/સુરત: લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પતિએ સૌ પ્રથમ પત્ની અને બાળકની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા મૃતકે એક પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટ સાસુ અને પોતાના સાળાને મોકલી કરી હતી. પોસ્ટમાં પારિવારિક મનભેદ હોવાનું ઉલ્લેખ કર્યો હતો.

પત્ની અને પુત્રની હત્યા કર્યાનું કારણ અકબંધ
સુરતમાં પતિએ પત્ની અને પોતાના પુત્રની હત્યા કરીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારના રુસ્તમ પાર્કની છે કે જ્યાં પતિએ પોતાની પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાંખી અને ત્યાર પછી પોતે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું. પત્ની અને પુત્રની હત્યા કર્યાનું કારણ અકબંધ છે. મૃતકનું નામ 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરો દેવ છે. 

મૃતક પરિવારને લોકો પ્રસંગમાં બોલાવતા નહોતા
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્રણ ડેડ બોડી મળી આવી હતી. અને એક ચિઠ્ઠી પણ મળી હતી. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે, જેમાં આપઘાત પહેલાં તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે. હાલ આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. પારિવારિક ઝઘડાના લીધે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક પરિવારને તેના પરિવારના લોકો પ્રસંગમાં બોલાવતા નહોતા.

ચારેય ભાઈ સાથે પારિવારિક મતભેદ
આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા સોમેશ જિલ્લા મૂળ તેલુગુ સમાજ ધરાવતા હતા. તેમને પરિવારમાં અંબિકા નામની પત્ની અને સાત વર્ષનો ઋષિ નામનો બાળક હતો. સોમેશ સંચા ખાતામાં નોકરી કરતો હતો અને પત્ની મજૂરી કામ કરતી હતી. આજે મોડી રાત્રે અંદાજિત બે થી અઢી વાગ્યાના અરસામાં સોમેસે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાય તે પહેલા તેને એક સુસાઇડ નોટ અને પોસ્ટ પણ બનાવી હતી. જેમાં તેના ચારેય ભાઈ સાથે પારિવારિક મતભેદ હોવાનું ઉલ્લેખ કર્યો હતો. 

પત્ની અને બાળક મૃત અવસ્થામાં જમીન પર...
ચારેય ભાઈ તેને કોઈપણ પરિવારના પ્રસંગમાં તેને ગણતા ન હતા, જેને કારણે તે છેલ્લા કેટલાય સમયથી હતા. હોવાનો ઉલ્લેખ કરી આ પોસ્ટ તેની સાસુ અને સાળા ને મોકલી આપી પોતે આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં જ્યારે મૃતકના સાળાએ આ પોસ્ટ વાંચી તુરંત જ સોમેશને ફોન કર્યો હતો. જોકે સોમેસે ફોન ઉચક્યો ન હતો અને ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવાર જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા, કારણ કે ઘરમાં સોમેસની લાશ લટકતી હાલતમાં હતી તથા તેની પત્ની અને બાળક મૃત અવસ્થામાં જમીન પર જોવા મળ્યા હતા.

સોમેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ
આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા જ ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે પરિવારજનોના નિવેદન પર નોંધ્યા હતા અને મૃતક સોમેસ પાસેની જે સુસાઇડ નોટ છે તે પણ કબજે કરવામાં આવી હતી. આ સાથોસાથ પોલીસે મૃતક સોમેસ નો મોબાઇલ પણ કબજે કરી તેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે હાલ તો લિંબાયત પોલીસે સોમેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news