ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને લઇ કમર કસી, આ રીતે થશે ટેકનોલોજીનો ઉપયોગ

5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમા ભાજપની કારમી હાર થઇ છે. દેશનુ દિલ કહેવાતા એવા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાનમા સત્તાની ગુમાવાનો વારો આવ્યો છે. ત્યારે ભાજપ એક તરફ પરિણામોની સ્ક્રુટીની તો કરી જ રહી છે સાથે જ લોકસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દેવામા આવી છે. તેમા પણ જો વાત ગુજરાતની કરવામા આવે તો પીએમ મોદીનુ હોમ ગ્રાઉન્ડ છે ગુજરાત અને ભાજપ ના ચાણકય માનવામા આવતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત ગુજરાતની રાજકીય ગતિવિધી પર સીઘી નજર રાખે છે.
ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને લઇ કમર કસી, આ રીતે થશે ટેકનોલોજીનો ઉપયોગ

કિંજલ મિશ્રા/અમદાવાદ: 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમા ભાજપની કારમી હાર થઇ છે. દેશનુ દિલ કહેવાતા એવા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાનમા સત્તાની ગુમાવાનો વારો આવ્યો છે. ત્યારે ભાજપ એક તરફ પરિણામોની સ્ક્રુટીની તો કરી જ રહી છે સાથે જ લોકસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દેવામા આવી છે. તેમા પણ જો વાત ગુજરાતની કરવામા આવે તો પીએમ મોદીનુ હોમ ગ્રાઉન્ડ છે ગુજરાત અને ભાજપ ના ચાણકય માનવામા આવતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત ગુજરાતની રાજકીય ગતિવિધી પર સીઘી નજર રાખે છે.

ત્યારે ગુજરાતની લોકસભાની સીટોનુ નુકસાન રાજકીય રીતે ભાજપને પોસાય એમ નથી. જેના ભાગરૂપે ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. રવિવારે કમલમમા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં એક દિવસીય બૃહદ બેઠકનું આયોજન કરવામા આવ્યુ છે. સવારે 11 વાગે શરૂ થનારી આ બેઠકમા પ્રદેશ પદાધિકારીઓ સાથે સાથે મોરચાના પ્રમુખ, મંત્રી, જિલ્લા પ્રભારીઓ, વિશેષ આમંત્રિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

જેમા 2019ના રોડમેપની ચર્ચા કરવામાં આવશે સાથે જ 2019ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમો તેમજ રાજય સરકાર અને સંગઠનના કાર્યક્રમોની ચર્ચા કરવામા આવશે. આ બેઠકમા સૌશિયલ મીડિયાની ટીમને વધુ કેવી રીતે કરી શકાય તેની પર પણ ચર્ચા કરવામા આવશે. ગુજરાત ભાજપની જો વાત કરવામા આવે તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ત્યારથી ટેકનોસેવી હતા. ગુજરાત ભાજપને પણ સતત તેમણે ટેકનોલોજી સાથે અપડેટ કરી હતી વર્ષ 2014 ની લોકસભાનીચૂંટણીના મોદી લહેર દેશભરમા છવાઇ એની પાછળનુ એક કારણ પણ સોશિયલ મીડીયા હતુ.

જો કે હાલમા ગુજરાત ભાજપનુ સોશિયલ મીડીયાનુ તંત્ર નબળુ થઇ ગયુ છે. પ્રધાનોના વહાલા દવલ થવા માટે મોટા ભાગે સોશિયલ મીડીયાની ટીમ દ્વારા નેતાઓ તથા પ્રઘાનોના ટ્વિટર હેનડલ સાચવવવા તથા રીટ્વિટ કરવાનુ વલણ અપનાવવામા આવ્યુ છે. જેના કારણે કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા કરાયેલા મહત્વના કામોનુ સોશિયલ મીડીયા પર અગ્રેસર રીતે પ્રચાર થઇ રહ્યો નથી. જેની ગંભીર નોંધ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામા આવી છે. સાથે જ યુવા મોરચા સહિત 7 મોરચાઓને પણ લોકસભાને ધ્યાનમા રાખીને કેવી કામગીરી સોપવીએ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news