મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, જાણો રાદડિયાએ કયા કયા નેતાને ઝાટકી લીધા; વધી મુશ્કેલી

એક તરફ પાર્ટી વિરૂદ્ધ જઈને ચૂંટણી લડવાને લઈ રાદડિયા પર લટકતી તલવાર છે, એવા સમયે જ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે આકરા પગલા લેવા માગ કરી છે. ત્યારે સહકારી સંઘમાં ચાલતા ઈલુ ઈલુ પર કેમ ગરમાયું છે રાજકારણ?

મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, જાણો રાદડિયાએ કયા કયા નેતાને ઝાટકી લીધા; વધી મુશ્કેલી

IFFCO Election: ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વગર જ જીત મેળવનારા જયેશ રાદડિયાની પરેશાનીઓ વધી રહી છે. એક તરફ પાર્ટી વિરૂદ્ધ જઈને ચૂંટણી લડવાને લઈ રાદડિયા પર લટકતી તલવાર છે, એવા સમયે જ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે આકરા પગલા લેવા માગ કરી છે. ત્યારે સહકારી સંઘમાં ચાલતા ઈલુ ઈલુ પર કેમ ગરમાયું છે રાજકારણ?

વાર્ષિક 60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ઈફ્કોની ચૂંટણી મેન્ડેટ વગર જ જીતીને જયેશ રાદડિયાએ નવો વિવાદ છેડી દીધો છે. પાર્ટી વિરૂદ્ધ ગયેલા જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયો છે. મેન્ડેટ ન મળ્યો હોવા છતાં જયેશ રાદડિયાની જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલા લેવા પાર્ટીને અપીલ કરી છે. બાબુ નસીતે કહ્યુ જેવી રીતે મારી સામે પગલા લીધા હતા. તેવી જ રીતે માત્ર જયેશ રાદડિયા અને તેમને મત આપનારા સામે પણ પગલા લેવાવા જોઈએ.

તો બીજી તરફ ZEE 24 કલાક સાથે વાતચીતમાં જયેશ રાદડિયાએ કહ્યુ કે બાબુભાઈ પહેલા પોતાનો ભૂતકાળ જોઈએ. એટલું જ નહીં બાબુ નસીત પર પ્રહાર કરતા જણાવ્યુ કે તેમણે હંમેશા સહકારી સંસ્થાને તોડવાના જ કામ કર્યા છે. સહકારી આગેવાન બાબુભાઈ નસીતે જયેશ રાજડિયા સામે પગલા લેવાની માગની સાથે સાથે આરોપ લગાવ્યો કે આજે પણ સહકારી ક્ષેત્રમાં ચાલતા ભાજપ-કોંગ્રેસનું ઇલુ ઇલુ ચાલી રહ્યુ છે. એટલું જ નહીં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો કર્યો છે. 

  • રાજકોટ - ઇફકો ડિરેકટર જયેશ રાદડિયાનું નિવેદન
  • ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી...
  • મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે
  • લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું...
  • મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી.
  • રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે...
  • મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોઈ
  • આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે: જયેશ રાદડિયા
  • મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે.
  • ખેડૂતોના હિત માટે ચૂંટણી લડી, કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ.
  • રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવું જોઈએ.
  • જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે : જયેશ રાદડિયા
  • સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોઈ તો રાજનીતિમાં આવી જવું જોઈએ
  • ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું: જયેશ રાદડિયા

AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?

ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે. મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા અને તેમને મત આપનાર સામે પગલાં લેવાની માંગ કરી છે. 

બાબુ નસીતનું કહેવું છે કે,રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે. આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બાબુ નસીતે દાવો કર્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે, તાજેતરમાં ઈફ્કોના ડિરેક્ટરના પદ માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. જેના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું હતું અને જીત પણ મેળવી હતી. જે બાદ આ ભડકો થયો છે. જો કે, બાબુ નસીતના આરોપ બાદ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતા જયેશ રાદડિયાએ કહ્યું કે, મે પાર્ટી વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. હું એમને જવાબ આપવાનું જરૂરી નથી સમજતો. આવા લોકો પહેલા તેમનો ભૂતકાળ તપાસી લે. આ ઘટનાએ ભાજપમાં જ અંદરો અંદર બે જૂથ હોવાનું સમર્થન કર્યું છે અને સહકારનો વિવાદ હવે સપાટી પર આવી ગયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news