ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ચાંદી પર કચ્છનું નકશી કામ, પણ કેમ છે કળાનું ધૂંધળું ભવિષ્ય?

કચ્છના સોના ચાંદીનું કામ કરતા કારીગરો દ્વારા દરેક જાતના ચાંદીના વાસણ બનાવવામાં આવે છે. આ ચાંદીના વાસણો બનાવવાની વાત વર્ષો જૂની છે અને પેઢી દર પેઢી આ કામ ચાલ્યું આવે છે.

ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ચાંદી પર કચ્છનું નકશી કામ, પણ કેમ છે કળાનું ધૂંધળું ભવિષ્ય?

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છમાં થતું ચાંદીનું નકશીકામ સદીઓ જૂનો છે અને બહુ બારીક કામ છે જે લંડનના મ્યુઝિયમ સુધી પણ પહોંચ્યો છે. રાજા રજવાડાઓના સમયથી ચાંદીના વાસણોનું વિશેષ મહત્વ જોવા મળ્યો છે. ખાસ કરીને કચ્છ ચાંદીના નકશી કામ માટે ખૂબ જ પ્રખ્યાત છે. કચ્છમાં તૈયાર થતાં આ મનમોહક ચાંદીના વાસણો માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. 

ચાંદીના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
કચ્છના સોના ચાંદીનું કામ કરતા કારીગરો દ્વારા દરેક જાતના ચાંદીના વાસણ બનાવવામાં આવે છે. આ ચાંદીના વાસણો બનાવવાની વાત વર્ષો જૂની છે અને પેઢી દર પેઢી આ કામ ચાલ્યું આવે છે. સોના ચાંદીનાં કામ કરતા કારીગર સાગર પોમલ છે તેને જણાવ્યું હતું કે હાલમાં તેઓ ચોથી પેઢી તરીકે આ કામ કરી રહી છે. આગળના જમાનામાં રાજા મહારાજાઓ પણ ચાંદીના વાસણોનો ઉપયોગ કરતા હતા. ચાંદીના વાસણોમાં જમવાથી કે ચાંદીના વાસણમાં પાણી પીવાથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાંદી એ અતિ શુદ્ધ વસ્તુ છે અને આજે પણ એનો ક્રેઝ એટલો જ છે.

દેશ અને વિદેશમાં ખૂબ જ માંગ
ઉલ્લેખનીય છે કે, કચ્છની ચાંદી તેની શુદ્ધતાને કારણે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જેથી દેશ અને વિદેશમાં તેની ખૂબ જ માંગ રહેતી હોય છે. કચ્છની ચાંદી સૌથી વધારે શુદ્ધ હોય છે કારણ કે અત્યારે પણ ચાંદીમાં ફાઈન અને 96 જેટલી ગેરંટી તો તમને મળી જ જાય છે કે જે અત્યારે મળતી ચાંદી કરતા સૌથી વધારે છે. ચાંદીના વાસણો ઉપર કરેલો જે કચ્છી નકશીકામ છે તે આપણું કચ્છીવર્ક એ સૌથી જીણામાં ઝીણું કામ છે અને એ પૂરા ભારતમાં એક માત્ર કચ્છમાં જ થાય છે. જે કચ્છની ચાંદી અને કારીગરોની વિશેષતા છતી કરે છે અને એક સારામાં સારું આકર્ષણ પણ છે.

ચાંદીના વાસણો બનાવવાની પ્રકિયા ખૂબ જટિલ
સામાન્ય રીતે બીજા વાસણ હોય એ તો તાંબા પીતળ કે સ્ટીલના આવે છે પણ ચાંદીન વાસણો તો એકદમ શુદ્ધ હોય છે. ચાંદીના વાસણો બનાવવાની પ્રકિયા ખૂબ જટિલ હોય છે. ચાંદીના વાસણો બનાવતા કારીગરો ખાસ ઓજારોની મદદથી આવા આકર્ષક વાસણો તૈયાર કરે છે. કચ્છની ચાંદીના વાસણો પૂરા વિશ્વમાં જાય છે અને આખા ભારતમાં પણ જાય છે.ચાંદીના વાસણો બનાવવા સૌથી પહેલા ચાંદીમાંથી તેની પ્લેટ બનાવવામાં આવે છે.પ્લેટ માંથી પતરું બનાવવામાં આવે છે. પતરામાંથી જેવો વાસણ બનાવવો હોય તેવો તેને ઘાટ દેવો પડે છે.ત્યાર બાદ તેના પર જીણવટપૂર્વક નકશી કામ કરવામાં આવે છે. 

હાલના કારીગર માટે પણ એક પડકાર
કચ્છની ચાંદી પર થતું નકશી કામ કરતા કારીગરો હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે. નવી પેઢી આ કામમાં જોડાવવા ઉત્સાહ નથી કારણ કે આ કામમાં ખૂબ સમય લાગે છે અને ખૂબ બારીક કામ હોય છે. એવું કારીગરો જણાવી રહ્યા છે જેથી આ કળાને જીવંત રાખવી એ હાલના કારીગર માટે પણ એક પડકાર છે. જેના માટે ચાંદીના વાસણો બનાવતા કારીગરોને સરકાર સમક્ષ એક અપેક્ષા છે કે જે મહત્વ કચ્છના હેંન્ડી ક્રાફટ તેમજ અન્ય કળાઓને મળે છે એવો જ મહત્વ છે તે કચ્છના ચાંદીના વાસણ ઉપર કામ કરતા કારીગરોને અને સોના ચાંદીના કારીગરોને પણ મળવો જોઈએ.

વેસ્ટ કલચરમાં ચાંદનીના વાસણો પરનું નકશી કામ બહુ ડિમાન્ડમાં!
છેલ્લાં 28 વર્ષથી સોના ચાંદીના કામ સાથે સંકળાયેલા રાજ સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાથથી કરવામાં આવતું ચાંદીના વાસણો પરનું નકશી કામ ખૂબ જ પ્રખ્યાત છે. કચ્છનું નકશીકામ છે તે માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રખ્યાત છે. ચાંદીના વાટકા, ટ્રે, તલવાર, ગ્લાસ છે તેમાં ખૂબ બારિકી કામ કરવામાં આવતું હોય છે. નકશીકામ કરતા કારીગરો હવે ખૂબ ઓછા રહ્યા છે. હાલમાં 7થી 8 કારીગરો છે જે આ કાર્ય કરી રહ્યા છે પરંતુ આ કારીગરો પછી આ કામ કોઈ કરી શકશે તેવું એમને લાગતું નથી. ખાસ કરીને વેસ્ટ કલચરમાં ચાંદનીના વાસણો પરનું નકશી કામ બહુ ડિમાન્ડમાં હોય છે, ત્યાં ચાંદીના વાટકા, ચાંદીના ગ્લાસમાં, ચાંદીની ટ્રે, ડિનર સેટ વગેરે જતું હોય છે.વિદેશમાં ખાસ કરીને કચ્છના ચાંદીના વાસણો પરનું નકશી કામ યુકે, ફ્રાન્સ અને જર્મની જતું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news