રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે કરશે ખરીદી

 રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે કરશે ખરીદી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરશે. આગામી 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર દરમિયાન રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 59 જેટલા ખરીદ કેન્દ્રો પર આ ખરીદી કરવામાં આવશે. 

કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ ટેલાનો ભાવ ડાંગર માટે રૂપિયા 1750 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે 1770 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 1700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે 1950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. ટેકાના ભાવે વેચાણ કરતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતોએ http://pds.gujarat.gov.in પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે નિગમની જિલ્લા કચેરીઓ અને નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news