અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં યુવકે ઘાબા પરથી કુદી કરી આત્મહત્યા

અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં 40 વર્ષિય મુકેશ પટણીએ હોસ્પિટલમાંના ઘાબા પરથી જંપલાવીને આત્મહત્યા કરી સીધી હતી. હોસ્પિટલમાં પ્લબીંગનુ કામ ચાલુ હોવાથી ધાબુ ખુલ્લુ હતું જેથી મુકેશ પટણી ધાબા પર પહોચ્યો અને ત્યાંથી છલાંગ લાગવતા ઘટના સ્થળેજ તેમનુ મોત થયું હતું. 
અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં યુવકે ઘાબા પરથી કુદી કરી આત્મહત્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં 40 વર્ષિય મુકેશ પટણીએ હોસ્પિટલમાંના ઘાબા પરથી જંપલાવીને આત્મહત્યા કરી સીધી હતી. હોસ્પિટલમાં પ્લબીંગનુ કામ ચાલુ હોવાથી ધાબુ ખુલ્લુ હતું જેથી મુકેશ પટણી ધાબા પર પહોચ્યો અને ત્યાંથી છલાંગ લાગવતા ઘટના સ્થળેજ તેમનુ મોત થયું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ પૂર્વમાં સરસપુર વિસ્તારમાં આવેલી પ્રખ્યાત સરકારી શારદાબેન હોસ્પિટલમાં એક વ્યક્તિએ પાંચમા માળેથી કુદી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર વ્યક્તિએ શારદાબેનમાં નવી હોસ્પિટલના પાંચમા માળેથી પડતુ મુકી આપઘાત કર્યો છે. મરનાર વ્યક્તિની ઉંમર આશરે 35થી 40 વર્ષનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  આ વ્યક્તિ કોણ છે? તે હજુ પોલીસ તપાસમાં બહાર આવશે.

શાહ અને પીએમ મોદી રામલીલામાં યોજશે ભાજપનું મહામંથન, ઘડાશે ચૂંટણીનો વ્યૂહ

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે? તે દર્દી છે કે પછી કોઈ સ્થાનિક છે? તેણે કયા કારણોસર આપઘાત કર્યો? જેવા મુદ્દે પોલીસ હોસ્પિટલ તંત્ર તથા હાજર રહેલા લોકો પાસે્થી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાની વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પોલીસે હાલમાં આવી મામલો સંભાળી લીધો છે. હવે લાસને પીએમ માટે મોકલી પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news