ANAND ને જેના કારણે વિશ્વ પટલ પર સ્થાન મળ્યું તે શૈક્ષણિક સંસ્થામાં ખુબ જ મોટો વિવાદ થયો

શહેરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ચરોતર એજયુકેશન સોસાયટી કે જેનું બંધારણ સરદાર પટેલનાં મોટા ભાઈ વિર વિઠ્ઠલભાઈ પટેલએ બનાવ્યું હતું,તેવી સંસ્થા આજે સત્તાને લઈને વિવાદમાં આવતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સંસ્થાનાં સભાસદોએ હાલનાં સત્તાધીસોની કાયદેસરતા સામે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ મામલે સંસ્થાનાં સત્તાઘીસો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે,અને આક્ષેપો અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
ANAND ને જેના કારણે વિશ્વ પટલ પર સ્થાન મળ્યું તે શૈક્ષણિક સંસ્થામાં ખુબ જ મોટો વિવાદ થયો

આણંદ : શહેરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ચરોતર એજયુકેશન સોસાયટી કે જેનું બંધારણ સરદાર પટેલનાં મોટા ભાઈ વિર વિઠ્ઠલભાઈ પટેલએ બનાવ્યું હતું,તેવી સંસ્થા આજે સત્તાને લઈને વિવાદમાં આવતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સંસ્થાનાં સભાસદોએ હાલનાં સત્તાધીસોની કાયદેસરતા સામે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ મામલે સંસ્થાનાં સત્તાઘીસો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે,અને આક્ષેપો અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.

આણંદ શહેરની સૌથી મોટી પ્રતિષ્ઠિત સંસ્થા ચરોતર એજયુકેશન સોસાયટી હાલમાં સત્તાને લઈને વિવાદમાં આવી છે,અને સંસ્થાનાં સભાસદ નિપૂલભાઈ પટેલ દ્વારા હાલનાં સત્તાધીસો સામે બાંયો ચઢાવીને હાલનાં સત્તાધીસો ગેરકાયદેસર હોવાનાં આક્ષેપો કર્યા છે. ૧૯૯૯માં સંસ્થાની યોજાયેલી મીટીંગના ફેરફાર રિપોર્ટો આણંદ ચેરીટી કમિશ્નર દ્વારા ર૦૦૭માં નામંજૂર કરવામાં આવ્યા હતા. અને ર૦૦૯માં વડોદરા ચેરીટી કમિશ્નર દ્વારા પણ આણંદ ચેરીટી કમિશ્નરના હુકમને માન્ય રાખવામાં આવ્યો હતો. જેને આજદિન સુધી પડકારવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. અને તે હુકમની નોંધ પીટીઆરમાં આણંદ ચેરીટી કમિશ્નર દ્વારા ગત વર્ષે કરવામાં આવી હતી.

સભાસદ નિપુલ પટેલએ આક્ષેપો કરતા કહ્યું હતું કે, ચરોતર એજયુકેસન સોસાયટીમાં વર્ષ ૧૯૯૯માં કરાયેલી નિમણૂંકો ગેરકાયદેસર હતી તો હાલની સંસ્થાની કહેવાતી બોડીની નિમણૂંકો પણ ગેરકાયદેસર જ ગણાય. ઉપરાંત પીટીઆરમાં પણ છેલ્લા ૧ર વર્ષથી સંસ્થાના મંત્રી કેતન પટેલ સહિત વહીવટકર્તાઓના નામ આવ્યા નથી. ઘણા ફેરફાર રિપોર્ટો પણ નિર્ણય અર્થ પેન્ડિંગ છે. જેમાં પડતી તારીખોની મુદ્દતે હાજર નહીં રહીને આણંદ ચેરીટી કમિશ્નરમાં મુદ્દતો પાડીને કેસને લંબાવવામાં આવી રહ્યો છે. જેથી આ સંજોગોમાં હાલની સંસ્થાની બોડીની કાયદેસરતા ન હોવાથી તેમનો વહીવટ ગેરકાયદેસર જ કહેવાય. 

વિશ્વના ૪ દેશો, દેશના ૮ રાજયો અને ગુજરાતના ર૦ જિલ્લાઓમાં ચરોતર એજયુકેશન સોસાયટીનાં આશરે સાતેક હજાર સભ્યો છે. છતાં સંસ્થાના બંધારણ મુજબ છેલ્લા ૧પ વર્ષથી સંસ્થાની વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવતી નથી અને સભાસદોને વાર્ષિક અહેવાલ મોકલાવવામાં આવતો નથી. તથા સંસ્થાના ૧૦૦ વર્ષ જૂના બંધારણના નિયમોનું પ્રમાણિકપણે પાલન થતું નથી અને સંસ્થાની વર્ષ ર૦૧૭ની ચૂંટણીઓમાં સભાસદોને બેલેટ સાદી ટપાલથી મોકલાવવામાં આવ્યા હતા.પરંતુ ૭ હજાર ઉપરાંતના સભાસદોમાંથી ફકત ૧રપ૦ સભાસદોને બેલેટ પોસ્ટ કરવામાં આવ્યાનું પોસ્ટ વિભાગમાં કરેલ આરટીઆઇના જવાબમાં ઉજાગર થવા પામ્યાનું પણ જણાવ્યું હતું. ઉપરાંત સંસ્થાની ચૂંટણી યોજવાની સત્તા કાયદેસર રીતે વર્તમાન બોડીને ન હોવા છતાંયે તેઓ ચૂંટણીઓ યોજવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. આ બાબતે નિપુલ પટેલ  વડોદરા ચેરીટી કમિશ્નરમાં દાદ માંગેલી છે.

સભાસદ નિપુલ પટેલએ કરેલા આક્ષેપો અંગે ચરોતર એજયુકેશન સોસાયટીનાં મંત્રી કેતન પટેલનો સંપર્ક સાધતા તેઓએ મૌન ધારણ કરી લીધું હતું અને તેઓ આ આક્ષેપોનો કોઈ જવાબ આપવા માંગતા નહી હોવાનું જણાવ્યું હતું,. જો કે જે સંસ્થાનું બંધારણ સરદાર પટેલનાં મોટાભાઈ વિર વિઠ્ઠલભાઈ પટેલએ બનાવ્યું હોઈ તેવી સંસ્થામાં સત્તાને લઈને વિવાદ સર્જાતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news