માત્ર 10મું પાસ કરી ખોલ્યું ક્લિનીક, ત્રણ ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરની ઘરપકડ

જામનગર એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે શહેરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીટ પાસેથી ત્રણ બોગસ ડોક્ટરની ઘરપકડ કરી લેવમાં આવ્યા છે. આ ડોક્ટર ડિગ્રી વિના જ દર્દીઓની તપાસ કરતા અને તેમને દવા પણ આપતા હતા. માત્ર 10 પાસ સુધી અભ્યાસ કરીને આ ત્રણ ઇસમો દ્વારા ડોક્ટર બની લોકોને દવા આપીને પૈસા પણ વસૂલ કરતા હતા. 

માત્ર 10મું પાસ કરી ખોલ્યું ક્લિનીક, ત્રણ ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરની ઘરપકડ

મુસ્તાક દલ/જામનગર: જામનગર એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે શહેરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીટ પાસેથી ત્રણ બોગસ ડોક્ટરની ઘરપકડ કરી લેવમાં આવ્યા છે. આ ડોક્ટર ડિગ્રી વિના જ દર્દીઓની તપાસ કરતા અને તેમને દવા પણ આપતા હતા. માત્ર 10 પાસ સુધી અભ્યાસ કરીને આ ત્રણ ઇસમો દ્વારા ડોક્ટર બની લોકોને દવા આપીને પૈસા પણ વસૂલ કરતા હતા. 

પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવેલા આ ત્રણ શખ્શોના નામ રાજેશ, વિકાસ, અને પ્રદીપ છે. આ ત્રણે દ્વારા જામનગરમાં અલગ અલગ સ્થળ પર બોગસ દવાખાના ચલાવતા હતા. જેમની પાસેથી પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની દવાઓ, ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન મળીને કુલ 5489નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી

પોલીસ દ્વારા બોગસ ડોક્ટર પર પહેલેથી વોચ રાખવામાં આવી હતી. અને ચોક્કસ બાતમીને આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બોગસ ડોક્ટરો પાસે કોઇ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી નથી તેમ છતા પણ ક્લિનીક બનાવીને લોકોને ખોટી ખોટી દવાઓ આપી સામાન્ય લોકોના જીવનને જોખમમાં નાખ્યા હતા. ત્યારે પોલીસે આ ત્રણેયની ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news