રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી સહિત 15 લોકો ઈજાગ્રસ્ત

હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી સહિત 15 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં આજે લોકો જન્મષ્ટમીનો તહેવાર ઉજવી રહ્યાં છે. કૃષ્ણ જન્મની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટના રામનાથપરામાં આવેલા ભવાનીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસકર્મિને ઈજા થઈ હતી. આ ઘટનામાં 15થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

પોલીસે કરી 50થી વધુની અટકાયત
આ ઘટનાને પગલે પોલીસે બંન્ને જૂથના 50થી વધુ લોકોની અટકાયત કરી છે. આ વિસ્તારમાં તંગ માહોલ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે આ મામલો થાળે પાડ્યો હોય તેમ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટનાસ્થળે એસીપી, ડીપીસી સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દોડી ગઈ હતી. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news