આ વાત સાંભળી ચોંકી જશો! સામાન્ય રીતે લોકો દર્શન કરી પ્રસાદી લે છે, પણ બે મિત્રોએ તો ભારે કરી!

આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબી ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ વાત સાંભળી ચોંકી જશો! સામાન્ય રીતે લોકો દર્શન કરી પ્રસાદી લે છે, પણ બે મિત્રોએ તો ભારે કરી!

હિમાંશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે લોકો માતાજીનાં દર્શન કરીને ઘરે જાય ત્યારે પ્રસાદી લેતા જતાં હોય છે જો કે, ભાવનગર જિલ્લામાંથી બે મિત્રો માતાજીનાં દર્શન કરવા માટે નીકળ્યા હતા અને મોરબી જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે બંને દ્વારા એક જેસીબી મશીનની ચોરી કરવામાં આવી હતી. આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબી ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા અને પોકેટ કોપ એપ્લીકેશનના મધ્યમથી પોલીસે બંને આરોપીને પકડીને ચોરીમાં ગયેલ જેસીબી કબ્જે કરેલ છે.

જેસીબીની ચોરીનો ભેદ ઉકેલ્યો
મોરબી તાલુકા પોલીસની ટીમે હાલમાં જેસીબીની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે. મૂળ કચ્છ જિલ્લાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ જાતે રબારી (55)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની અણીયારી ચોકડી પાસે સિલ્વર હોટલની બાજુમાં તેની માલિકીનું જેસીબી નંબર જીજે ૧૨ સીએમ ૫૨૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે 30 લાખ રૂપિયાની કિંમતનું જેસીબી ચોરી કરવામાં આવ્યું હતું. જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી. 

બાઈકના નંબર આધારે પોલીસે તપાસ શરૂ કરી
આ જેસીબી સીસીટીવી કેમેરામાં દેખાયું હતુ ત્યાં તેની સાથે એક બાઇક પણ જોવા મળ્યું હતું જેથી કરીને તે બાઈકના નંબર આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે બાઇક ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે રહેતા ભરતભાઇ રવજીભાઇ ચૌહાણનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું. ત્યારે ચોરીમાં ગયેલ જેસીબી પણ ત્યાંથી મળી આવ્યું હતું. જેથી કરીને પોલીસે સ્થાળ ઉપરથી શૈલેષભાઇ ભરતભાઇ ચૌહાણ જાતે કોળી (19) અને વિશાલભાઇ વલ્લભભાઇ મકવાણા જાતે કોળી (20) રહે. બંને નાગધણીબા જિલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરી હતી.

કચ્છમાં મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા
પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે તે બંને કચ્છમાં મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પાછા જઈ રહ્યા હતા ત્યારે અણીયારી ચોકડી પાસેથી તેને જેસીબી મશીનની ચોરી કરી હતી. જેથી કરીને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી 30 લાખનું જેસીબી અને 25 હજારનું બાઇક આમ કુલ મળીને 30.25 લાખનો મુદામાલ કબજે કરેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news