ચળકતા પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ, જાણકારોના મતે ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે?

આણંદ શહેરમાં ઉમરી નગર વિસ્તારમાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે દેડકીઓ જોવા મળે છે પરંતુ પીળા ચળકતા રંગના નર દેડકા ભાગ્યે જ જોવા મળતા હોય છે.

ચળકતા પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ, જાણકારોના મતે ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે?

બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં વરસાદના આગમન સાથે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં શરૂ થઈ ગયું છે. ત્યારે આણંદ શહેરમાં ઉમરી નગર વિસ્તારમાં પીળા ચળકતા રંગના નર દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું અને બાળકો કુતુહલવશ પીળા દેડકા જોવા ઉમટી પડ્યા હતા.

આણંદ શહેરમાં ઉમરી નગર વિસ્તારમાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે દેડકીઓ જોવા મળે છે પરંતુ પીળા ચળકતા રંગના નર દેડકા ભાગ્યે જ જોવા મળતા હોય છે. ઉમરી નગર વિસ્તારમાં એકી સાથે ચળકતા પીળા રંગના નર દેડકા મોટી સંખ્યામાં પાણીમા જોવા મળતા કુતુહલ પુર્વક લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. જાણકારોના કહેવા મુજબ વરસાદની સાથે જ દેડકાનો સંવનન કાળ શરૂ થતો હોવાથી નર દેડકા દેડકીને આકર્ષવા બહાર નિકળે છે. 

ઉમરીનગર વિસ્તારમાં ચળકતા પીળા રંગના અંદાજે દોઢસોથી બસ્સો જેટલા દેડકા જોવા મળતા આ દેડકાને જોવા માટે લોકોના ટોળા અકત્રીત થઇ ગયા હતા. સ્વાભાવિક રીતે આછા કાળા કલરના દેડકી લોકોએ જોઇ હોય પરંતુ આવા પીળા કલરના દેડકા ભાગ્યે જ લોકોની નજરે ચડતા હોય છે. તેનું કારણ એ છે કે વરસાદના સમયે સવનન કાળ શરૂ થતો હોવાથી દેડકીને આકર્ષવા આ નર દેડકા બહાર નીકળે છે જે જુજ જગ્યાએ જ જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news