ગુજરાતના આ વેપારીઓને ફોન કરીને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ માંગી હતી ખંડણી

અંડરવલ્ડ ડોન રવિ પુજારી માટે ક્રાઇમ બ્રાન્ચે થ્રિલેયર સુરક્ષાનું કવચ રાખ્યું છે. ક્રાઇમ બ્રાન્ચમાં અન્ય આરોપીથી અલગ રવિ પુજારી (ravi pujari) ને રાખવામાં આવ્યો છે. રવિ પૂજારીની બોરસદ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) માગશે. આરોપીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થશે.
ગુજરાતના આ વેપારીઓને ફોન કરીને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ માંગી હતી ખંડણી

ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ :અંડરવલ્ડ ડોન રવિ પુજારી માટે ક્રાઇમ બ્રાન્ચે થ્રિલેયર સુરક્ષાનું કવચ રાખ્યું છે. ક્રાઇમ બ્રાન્ચમાં અન્ય આરોપીથી અલગ રવિ પુજારી (ravi pujari) ને રાખવામાં આવ્યો છે. રવિ પૂજારીની બોરસદ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) માગશે. આરોપીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થશે.

રવિ પૂજારીને થ્રીલેયર સુરક્ષા વચ્ચે રખાયો 
ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના બિઝનેસમેન અને જાણીતી ફિલ્મી હસ્તીઓ પાસેથી ખંડણી માંગનાર તેમજ માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી અને હત્યા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અંડરવલ્ડ ડોન (underworld don) રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે બેંગ્લોરથી ધરપકડ કરીને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. રવિ પુજારી હાલ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં છે, ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે ક્રાઇમબ્રાંચને થ્રિલેયર સુરક્ષાનું કવચ પુરુ પાડવામાં આવ્યુ છે. ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ વ્યાસના નેતૃત્વમાં ડોન રવિ પુજારીને અમદાવાદ પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવ્યો હતો. રવિ પુજારી કેસની તપાસ માટે ક્રાઇમબ્રાંચ દ્વારા 11 લોકોની ટીમ બનાવાઇ હતી, જેની જવાબદારી પીઆઇ એચ.એમ વ્યાસને સોંપવામાં આવી હતી. 

રવિ પુજારીએ ગુજરાતમાં કોને કોને ધમકી આપી 
ડોન રવિ પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી (exortion) માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. રવિ પૂજારીને  બોરસદના ફાયરીંગ કેસમાં બેંગ્લોરથી ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો. રવિ પૂજારીના ઇશારે તેના શુટરો અને સાગરીતોએ વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કર્યું હતું. વર્ષ 2017 માં ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમાં કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી. જે ગુનામા અગાઉ રવિ પૂજારીના શાર્પશૂટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. આ ગુનામાં ઘનશ્યામનો સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો. કુલ 6 લોકો સામે બોરસદમા ફાયરીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમા કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જોકે ક્રાઈમ બ્રાંચે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે રવિ પૂજારી (Ravi Pujari) ની કસ્ટડી મેળવી છે. જેના આધારે બોરસદ કેસમા તેની પૂછપરછ કરવામા આવશે. સમગ્ર કેશમા હકીકત એ પણ સામે આવી હતી કે સુરષ પિલ્લાઈને સુરેશ અન્ના નામના વ્યક્તિએ રવિ પૂજારી સાથે સંપર્ક કરાવ્યો હતો અને બંન્ને આરોપી બરોડા જેલમા ભેગા થયા હતા.

રવિ પુજારીના નામે દેશભરમાં 200 થી વધુ કેસ 
ડોન (gangster) રવિ પૂજારીના નામનો ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પાંચ કેસોની તપાસ કરી રહી છે. રવિ પુજારીની સાઉથ આફ્રિકાથી ધરપકડ થઇ હતી. ગુજરાતમાં રવિ પુજારી વિરુદ્ધ 2015 થી 2018 સુધી 21 ગુના નોંધાયા છે. જ્યારે આખા દેશમાં 200 થી પણ વધારે કેસો ચાલી રહ્યા છે. જેમાં ડ્રગ્સની હેરાફેરી, ખંડણી માંગવી, માનવતસ્કરી સહિતનાં અનેક કેસોનો સમાવેશ થાય છે. રવિ પુજારીને ક્રાઇમ બ્રાંચમાં રાખવામાં આવ્યો છે જ્યા તેની સુરક્ષા માટે ક્રાઇમબ્રાંચને ફરતે એસઆરપી જવાનો તેમજ ચેતર કમાન્ડોની થ્રીલેયર સુરક્ષા ગોઠવી દેવાઇ છે. ક્રાઇમબ્રાંચમાં જ્યા તમામ આરોપીઓને રાખવામાં આવે છે તેનાથી અલગ રવિ પુજારીને રાખવામાં આવ્યો છે. જેથી કરીને કોઇ લોકલ ગુનેગાર તેના સંપર્કમાં આવે નહિ. રવિ પુજારીને સ્પેશિયલ લોકઅપમાં રાખવામાં આવ્યો છે જ્યા તેનું ક્રાઇમબ્રાંચ આગવી રીતે ઇન્ટોરેગેશન કરશે. 

બેંગલોરમાં ઈન્વેસ્ટીગેશન અધિકારીને ધમકી અપાઈ હતી
મહત્વનું છે કે, રવિ પુજારીની ધરપકડ થતા તેને બેંગલોર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના ઇન્વસ્ટીગેશન અધિકારીને ધમકી આપવામાં આવી હતી. રવિ પુજારી ભલે પકડાઇ ચૂક્યો હોય, પરંતુ તેની ગેંગ હજુ પણ સક્રિય છે. ત્યારે હવે અમદાવાદમાં રવિ પુજારી ક્રાઇમબ્રાંચ લઇને આવી છે ત્યારે તેની સુરક્ષા લોખંડી બનાવાઇ છે. છોટા રાજનનું લોકેશન છોટા શકીલે આપ્યુ હતું. એક સમયે દાઉદ ઇબ્રાહીમ સાથે રહીને ગેંગ ચલાવનાર છોટા રાજન અલગ થઇ ગયો હતો અને તેને પોતાની ગેંગ બનાવી હતી. દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજન વચ્ચે ગેંગવોર ચાલુ હતી, જેમાં છોટા રાજનના ખાસ ગણાતા એવા રવિ પુજારીએ તેની સાથે ગદ્દારી કરી હતી. રવિ પુજારીએ પાંચ કરોડ રૂપિયા લઇને છોટા રાજનની માહિતી છોટા શકિલને આપી હતી અને ત્યારબાદ રાજન પર હુમલો થયો હતો. 

હાલ આ કુખ્યાત ગેંગસ્ટરને પોલીસ સુરક્ષા કવચ વચ્ચે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે રવિ પૂજારી વિરુદ્ધ અમદાવાદ અને રાજ્યભરમા કુલ 30 જેટલા ગુના નોંધાયા છે. પરંતુ જે પ્રમાણે કોર્ટે આદેશ કર્યો છે કે રવિ પુજારીની ધરપકડ માત્ર બોરસદના ગુનામા થશે. અન્ય કોઈ કેસની પુછપરછ પણ ક્રાઈમ બ્રાંચ કરી શકશે નહિ. ત્યારે જોવુ એ રહ્યુ કે રવિ પુજારીની પૂછપરછમાં શુ ખુલાસા થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news