કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ પર કેમ લાગ્યા હતા ખંભાતી તાળા? શાહે યાદ અપાવ્યો ભૂતકાળ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 'હું રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતો અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો. આ કોંગ્રેસ સરકાર જ્યારે તેમની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા.

કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ પર કેમ લાગ્યા હતા ખંભાતી તાળા? શાહે યાદ અપાવ્યો ભૂતકાળ

અમરેલી: ગુજરાતમાં ચૂંટણીના વર્ષમાં ફરી એકવાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આજે તેઓ અમરેલી પહોંચ્યા છે. આજે અમરેલીની અમર ડેરી ઉપરાંત મધ્યસ્થ બેંક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સંઘ તથા વિવિધ સહકારી મંડળીઓની સંયુકત સાધારણ સભાનુ આયોજન કરાયુ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અમર ડેરી પહોંચ્યા હતા. અમરેલીના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે અહીં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ પર કેમ લાગ્યા હતા ખંભાતી તાળા? શાહે કોંગ્રેસનો સમગ્ર ભૂતકાળ યાદ અપાવ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 'હું રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતો અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો. આ કોંગ્રેસ સરકાર જ્યારે તેમની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. રફાળેશ્વર જેવા કૌભાંડ કરી બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર દૂધ ખેડૂતો વેપારીઓના શોષણ સાથે વહેંચતા હતા, કારણ કે સહકારીઓ ડેરીઓ નહોતી. 

અમિત શાહે ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની બધી જ ડેરીઓને મુડી ભંડોળ આપી ચાલુ કરી અને આજે મને કહેતા ગૌરવ છે કે સૌરાષ્ટ્ર બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છે અને બહેનોને દર 10 દિવસે પૈસા મળે છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, 'મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દૂધ પ્રોસેસ થતું હતું. આજે 1,25,000 લીટર દૂધ પ્રોસેસ થાય છે. ક્યાં 2500 લીટર અને ક્યાં 1,25,000 લીટર. કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા. કોંગ્રેસની સરકારમાં વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી.

આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અહીં તેમણે વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાજલિં અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, 'આજે અમરેલીની જિલ્લા કક્ષાની 7 સહકારી મંડળીઓની સામાન્ય સભા એક સાથે થઈ છે. વર્ષ 2014થી હું દેશના 591 જિલ્લાઓમાં ફરી ચૂક્યો છું. 591 જિલ્લામાંથી એકેય જિલ્લામાં જિલ્લાની 7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સામાન્ય સભા ક્યારેય મેં જોઈ નથી. આજે હું અમરેલી જિલ્લાના દરેક આગવાનો અને દિલીપભાઈને અભિનંદન પાઠવું છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news