વિસનગરની મહિલાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, નખ પર PM મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું બનાવ્યું પોટ્રેટ

મહેસાણાના વિસનગરની એક મહિલાએ નખ ઉપર પીંછીથી વડાપ્રધાન મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવી વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. વિસનગરમાં ખાનગી શાળામાં શિક્ષિકા ની નોકરી કરતી મિત્તલ ચૌધરી એ ફાઈન આર્ટસ નો અભ્યાસ કર્યો છે. અને એને સૌ પ્રથમ વાર કાઇક યુનિક કરવાના વિચારે પહેલી જ વારમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 
  • આ ચિત્ર બનાવી લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
  • વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ચૌધરીના આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરાયો
  • નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ અડધા કલાકમાં બનાવી રેકોર્ડ બનાવ્યો
  • પેન્સિલ અથવા પેનને બદલે નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું
     

Trending Photos

વિસનગરની મહિલાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, નખ પર PM મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું બનાવ્યું પોટ્રેટ

તેજસ દવે/મહેસાણા: મહેસાણાના વિસનગરની એક મહિલાએ નખ ઉપર પીંછીથી વડાપ્રધાન મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવી વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. વિસનગરમાં ખાનગી શાળામાં શિક્ષિકા ની નોકરી કરતી મિત્તલ ચૌધરી એ ફાઈન આર્ટસ નો અભ્યાસ કર્યો છે. અને એને સૌ પ્રથમ વાર કાઇક યુનિક કરવાના વિચારે પહેલી જ વારમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 

મિત્તલ ચૌધરી નામની આ મહિલાએ પેન્સિલ કે પેનના બદલે પીંછીથી પહેલા મધર ટેરેસાનું પણ ચિત્ર અંકિત કર્યું હતું . બાદમાં મિત્તલ ચૌધરી એ હાથની આંગળીના પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સામાજિક કાર્યકર મધર ટેરેસાનું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર બનાવ્યુ હતું. 

આ ચિત્ર બનાવી મિત્તલ ચૌધરી એ લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેના પગલે વિસનગરનું નામ વર્લ્ડ રેકોર્ડના ચોપડે અંકિત થઈ ગયું છે. વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ચૌધરીના આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરાયો છે. 

નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ અડધા કલાકમાં બનાવી રેકોર્ડ બનાવ્યો છે. જેની ખાસિયત એ છે કે પેન્સિલ અથવા પેનને બદલે નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news