સોના કરતા પણ મોંઘું છે સુરતની આ રેસીડેન્સીનું પાણી, સ્થાનિકોને આવ્યું 90 હજારથી લઈને 1,70,000 સુધીનું બિલ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રેસીડેન્સીમાં કોરોના પહેલા માસિક 3000 જેટલું બિલ પાણીનું આવતું હતું અને ત્યારબાદ કોરોનાના ત્રણ વર્ષમાં પાલિકા દ્વારા એક પણ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું ન હતું.

સોના કરતા પણ મોંઘું છે સુરતની આ રેસીડેન્સીનું પાણી, સ્થાનિકોને આવ્યું 90 હજારથી લઈને 1,70,000 સુધીનું બિલ

ચેતન પટેલ/સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે 24/7 પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જોકે આ સુવિધા હવે લોકોની સુવિધા બની ગઈ છે કારણ કે કોરોના પહેલા જે બિલો માત્ર મહિને ₹3,000 જેટલું આવતું હતું, તે હવે સીધું વર્ષે 90 હજારથી લઈને 1,70,000 સુધીના બિલો રેસીડેન્સીને ફટકારવામાં આવ્યા છે. 

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રેસીડેન્સીમાં કોરોના પહેલા માસિક 3000 જેટલું બિલ પાણીનું આવતું હતું અને ત્યારબાદ કોરોનાના ત્રણ વર્ષમાં પાલિકા દ્વારા એક પણ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું ન હતું. જોકે ત્યારબાદ પાલિકા દ્વારા એક સાથે એક વર્ષનું બિલ 80 હજારથી લઈ ને 1.70 લાખ નું પાણીનું બિલ ફટકારવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી દરમિયાન લોકો મત લેવા આવતા હતા. 

જોકે, બિલ વધુ આવતા કોઈ પણ કોર્પોરેટર કે અધિકારી અહીં ફરક્યું ન હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આખા શહેર માં જ્યાં પોશ વિસ્તાર છે, ત્યાં બિલ નથી આવતા પરંતુ કતારગામ, મોટા વરાછામાં જ આ પાણી ન બિલ આપવાનું શરૂ કર્યું છે. પાણી પુરવઠા પેટેના બિલ ડિસ્પૅચ કરવા નવી એજન્સીની નિયુક્તિ ન થઇ હોવાથી બિલની ફાળવણી પ્રક્રિયા ખોરંભે ચઢી હતી. 

આ પાછલી બાકી રકમ એકસાથે વસુલવા બિલ ઇસ્યુ કરાતાં લોકોની આંખો પહોળી થઇ ગઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news