નવું વર્ષ ગુજરાતના આ શહેરના નાગરિકો માટે લાવ્યું ખુશખબર, 5608 કરોડ રૂપિયાના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે

શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને જોતાં વડોદરામાં લાઈટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કોર્પોરેશનના સત્તાધીશોએ પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા પણ શરૂ કરી છે. પ્રોજેક્ટ માટે માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે.

નવું વર્ષ ગુજરાતના આ શહેરના નાગરિકો માટે લાવ્યું ખુશખબર, 5608 કરોડ રૂપિયાના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે

રવિ અગ્રવાલ/વડોદરા: અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા શહેરને પણ મેટ્રો રેલ જેવી સુવિધા મળવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શહેર માટે લાઇટ અર્બન રેલ ટ્રાન્ઝિટને મંજૂરી આપી છે. કેવો છે આ સમગ્ર પ્રોજેક્ટ? અમદાવાદીઓ મેટ્રો રેલમાં મુસાફરી કરતા થયા છે. સુરતીઓને 2024થી આ સવલત મળશે. હવે વારો વડોદરાવાસીઓનો છે. શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને જોતાં વડોદરામાં લાઈટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કોર્પોરેશનના સત્તાધીશોએ પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા પણ શરૂ કરી છે. પ્રોજેક્ટ માટે માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે. 43 કિલોમીટરના રૂટ માટે પાંચ હજાર 608 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 

લાઈટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમને મલ્ટી મોડેલ ઈન્ટીગ્રેશન નેટવર્ક હેઠળ ઉભું કરાશે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશનને જોડવામાં આવશે. લાઈટ રેલનો નોર્થ કોરિડોર જીએસએફસીથી સુશેન સર્કલ સુધી ફેલાયેલો હશે, જ્યારે સાઉથ કોરિડોર કાલાઘોડાથી મકરપુરા નેશનલ હાઇવે સુધી, વેસ્ટ કોરિડોર સેવાસી ગોત્રી કેનાલ રોડથી કાલાઘોડા સર્કલ સુધી અને ઈસ્ટ કોરિડોર કાલાઘોડાથી વાયા માંડવી ગેટ થઈને વાઘોડિયા ચોકડી સુધીનો રહેશે. મેટ્રો રેલ જેવી સુવિધા વડોદરાવાસીઓ માટે મોટી રાહત છે, જો કે આ સુવિધા માટે લોકોએ ઘણી રાહ જોવી પડશે, કેમ કે આ પ્રોજેક્ટનો સમયગાળો 10 વર્ષનો છે. કોર્પોરેશનના સત્તાધીશો આ પ્રોજેક્ટને જ્યાં ઐતિહાસિક ગણાવે છે, ત્યાં વિપક્ષે પ્રોજેક્ટના અમલીકરણમાં મનપાના રેકોર્ડ સામે સવાલ ઉઠાવ્યા છે...

અહીં એ પણ જાણી લેવું જોઈએ કે વડોદરામાં તૈયાર થનારી લાઇટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને મેટ્રો રેલ વચ્ચે ફરક છે. GFXIN મેટ્રો રેલ જ્યાં મેટ્રો અને તેને સમકક્ષ શહેરોમાં દોડે છે, ત્યાં લાઈટ અર્બન રેલ પ્રમાણમાં નાના શહેરો માટે છે. તેને મેટ્રો લાઈટ પણ કહેવાય છે. તે રેપિડ ટ્રાન્ઝિટ અને ટ્રામ સિસ્ટમનું મિશ્રણ છે. મેટ્રોની જેમ લાઈટ રેલ પણ એલિવેટેડ અને ફેન્સિંગ સાથેના ટ્રેક પર દોડે છે. હાલ યુપીના ગોરખપુર, જમ્મુ કાશ્મીરના શ્રીનગર, આંધ્રના વિશાખાપટ્ટનમ અને મહારાષ્ટ્રના થાણે શહેરમાં લાઈટ મેટ્રો દોડી રહી છે. 

હવે આ યાદીમાં વડોદરાનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. લોકોને મેટ્રોની સુવિધા ક્યારે મળશે, તેનો આધાર સત્તાધીશોની સક્રિયતા પર છે.

10 વર્ષનો છે સંપૂર્ણ પ્રોજેક્ટ 

  • નોર્થ કોરિડોર જીએસએફસીથી સુશેન સર્કલ સુધી
  • સાઉથ કોરિડોર કાલાઘોડાથી સુશેનથી મકરપુરા નેશનલ હાઇવે સુધી
  • વેસ્ટ કોરિડોર સેવાસી ગોત્રી કેનાલ રોડથી કાલાઘોડા સર્કલ સુધી 
  • ઈસ્ટ કોરિડોર કાલાઘોડાથી વાયા માંડવી ગેટ થઈને વાઘોડિયા ચોકડી સુધી રહેશે 
  • ગોરખપુર, જમ્મુ કાશ્મીર, વિશાખાપટ્ટનમ, થાણેમાં દોડે છે આવી ટ્રેન 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news