રાજકોટમાં આજે રચાયો વર્લ્ડ રેકોર્ડ, 7500 વિદ્યાર્થીઓએ PM મોદીના ચિત્રમાં કરી રંગ પૂર્ણી

રાજકોટમાં વિદ્યાર્થીઓ દ્વારા એક વિશ્વ રેકોર્ડ રચાયો છે. 7500 વિદ્યાર્થીઓ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના ચિત્રમાં રંગ પૂર્ણી કરવામાં આવી હતી. જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.

 રાજકોટમાં આજે રચાયો વર્લ્ડ રેકોર્ડ, 7500 વિદ્યાર્થીઓએ PM મોદીના ચિત્રમાં કરી રંગ પૂર્ણી

દિવ્યેશ જોષી/રાજકોટ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધુ ખાનગી અને સરકારી શાળાના 7500 વિદ્યાર્થીઓ દ્વારા નરેન્દ્ર મોદીના ચિત્ર ઉપર રંગ દોરી એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે. અગાઉનો વર્લ્ડ રેકોર્ડ ચાઈનાના નામે છે, જ્યાં 4910 લોકોએ ચિત્ર ઉપર રંગ દોર્યો હતો. ચિત્રમાં પ્રધાનમંત્રીના ચહેરા ઉપર 7500 વિદ્યાર્થીઓ રંગ દોરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

રાજકોટમાં વિદ્યાર્થીઓ દ્વારા એક વિશ્વ રેકોર્ડ રચાયો છે. 7500 વિદ્યાર્થીઓ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના ચિત્રમાં રંગ પૂર્ણી કરવામાં આવી હતી. જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ વિશ્વ રેકોર્ડ નોંધાયો છે. રાજકોટની 100થી વધુ ખાનગી અને કોર્પોરેશનની શાળાના 7500થી વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. પીએમ મોદી આજે રાજકોટ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ વિશ્વ રેકોર્ડના પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીના ચિત્ર ઉપર રંગ દોરી વર્લ્ડ રેકોર્ડ સર્જી પ્રધાનમંત્રીને ભેટ આપશે. આઝાદીના 75 વર્ષ મહોત્સવમાં રાજકોટની સૌથી વધુ ખાનગી અને સરકારી શાળાના 7500 થી વધુ વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદીના ચિત્ર ઉપર રંગ દોરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. જેને ઇન્ડિયા બુકમાં સ્થાન આપવામાં આવશે.

યુનિવર્સિટી રોડ પર આવેલ અમૃત ઘાયલ હોલ ખાતે 100થી વધુ સરકારી અને ખાનગી શાળાના 7,500 વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર પર રંગ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news