Gandhi Jayanti 2023: આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી, આ રીતે કરતા હતા બીમારીની સારવાર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહું ઓછા લોકોને ખબર છે. હવે 2 ઓક્ટોબર 2023ના રોજ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી છે. આ અવસરે તમને બાપૂના જીવન સાથે જોડાયેલી એક એવી વાત વિશે જણાવીશું જેને ભાગ્યે જ તમે જાણતા હશો.

Gandhi Jayanti 2023: આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી, આ રીતે કરતા હતા બીમારીની સારવાર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહું ઓછા લોકોને ખબર છે. હવે 2 ઓક્ટોબર 2023ના રોજ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી છે. આ અવસરે તમને બાપૂના જીવન સાથે જોડાયેલી એક એવી વાત વિશે જણાવીશું જેને ભાગ્યે જ તમે જાણતા હશો. હકીકતમાં મહાત્મા ગાંધી આયુર્વેદ ચિકિત્સાની ખુબ નજીક હતા. તેઓ તેનાથી જ સારવાર કરતા હતા અને બીજાને પણ સલાહ આપતા હતા. આવો જાણીએ તેઓ કઈ રીતે આયુર્વેદ ચિકિત્સાની નીકટ હતા. 

આ રીતે થયો વિશ્વાસ
મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકાથી આવ્યા ત્યારે તેમને ખુબ કબજિયાત રહેતી હતી અને તેમણે અનેક દવાઓ પણ લીધી પરંતુ તે કામે લાગી નહીં. ત્યારબાદ તેમણે પોતાના એક વિદેશી મિત્રની સલાહ પર લૂઈ કૂનેના પુસ્તક ધ ન્યૂ સાયન્સ ઓફ  હિલિંગ અને જુસ્ટના પુસ્તક રિટર્ન ટુ નેચર વાંચી. તેઓ તેનાથી એટલા પ્રભાવિત થયા કે આયુર્વેદ ચિકિત્સાને જ અપનાવી અને બીજાને પણ સલાહ આપવા લાગ્યા હતા. તેઓ બીમારીની સારવાર પ્રાકૃતિક રીતે કરતા હતા. 

ગાંધીજીને માનતા હતા પ્રાકૃતિક ચિકિત્સક
તે સમયે ખુબ જ મોટા અને ખ્યાતનામ ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા ગાંધીજીને પ્રાકૃતિક ચિકિત્સક માનતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને બહુ જલદી શરદી થઈ જતી હતી અને પાચન પણ ખરાબ રહેતું હતું. ત્યારે ગાંધીજીએ તેમને ખાણીપીણી સંબંધિત નિર્દેશ આપ્યા અને સ્વસ્થ કર્યા હતા. ગાંધીજી દરેકને સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ ચિકિત્સક ભલામણો કરતા હતા. 

પીતા હતા બકરીનું દૂધ
મહાત્મા ગાંધી શાકાહારી પરિવારથી હતા અને તેમણે ક્યારેય માંસનું સેવન કર્યું નહતું. તેઓ દૂધને પણ માંસાહાર માનતા હતા. જો કે ત્યારબાદ ડોક્ટરની સલાહ પર તેમણે દૂધ પીવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેઓ ફક્ત બકરીનું દૂધ પીતા હતા. બકરીના દૂધમાં પ્રોટીન, વિટામીન, ફેટ અને કેલેરી સહિત અનેક  ગુણો હોય છે જે બીમારીને દૂર રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news