Soaked Raisins: રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાની પાડો ટેવ, વર્ષો જૂની કબજિયાતની સમસ્યા થશે દુર

Soaked Raisins Benefits: બધા જ ડ્રાયફ્રુટમાં કિસમિસ સૌથી વધુ લાભ કરતી વસ્તુ છે. પરંતુ આ લાભ ત્યારે થશે જ્યારે તમે કિસમિસને યોગ્ય રીતે ખાવાનું રાખશો. જો કિસમિસને તમે પાણીમાં પલાળીને સવારે ખાશો તો તેનાથી શરીરને અઢળક લાભ થશે. પલાળેલી 10 કિસમિસ અને તેનું એક વાટકી પાણી પીવાથી શરીરને કેટલા લાભ થાય છે તે વિગતવાર જાણો અહીં.

Soaked Raisins: રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાની પાડો ટેવ, વર્ષો જૂની કબજિયાતની સમસ્યા થશે દુર

Soaked Raisins Benefits: જો તમે પણ ડ્રાયફ્રુટ ખાવાના શોખીન છો તો તમને જણાવી દઈએ કે શું કામ એવામાં કિસમિસ ખાવી સૌથી લાભકારી સાબિત થઈ શકે છે. કિસમિસ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. સાથે જ કિસમિસમાંથી વિટામીન ફાઇબર પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા જ પોષક તત્વો શરીર માટે ઔષધી સમાન માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ નિયમિત કિસમિસ ખાવાની સલાહ આપે છે. જોકે આ કિસમિસ ખાવાની યોગ્ય રીત પણ મહત્વની છે.

આ પણ વાંચો:

કિસમિસ ખાવાની સૌથી ઉત્તમ રીત છે કે રાત્રે તમે તેને પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટ તેને ખાવાનું રાખો. સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ રોજ ખાવાથી શરીરને અવગણિત ફાયદા થાય છે. કિસમિસ ખાઈને તમે તેનું પાણી પીવો છો તો તેનાથી બોડી ડિટોક્ષ થાય છે. પલાળેલી કિસમિસ ખાવાથી અને તેનું પાણી પીવાથી શરીરને અન્ય કેટલા ફાયદા થાય છે તે પણ જાણો.

કિસમિસ નું પાણી બેસ્ટ ડીટોક્ષ વોટર છે. જો તમે બોડીને ડિટોક્ષ કરવા ઈચ્છો છો તો સવારે ખાલી પેટ કિસમિસ થાય તેનું પાણી પીવાની શરૂઆત કરી દો. નિયમિત 10 પલાળેલી કિસમિસ ખાવાથી અને તેનું પાણી પીવાથી લીવર ફંક્શન બરાબર રીતે કામ કરતું રહે છે અને લીવરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે.

રાત્રે સુતા પહેલા એક વાટકીમાં 10 થી 15 કિસમિસ પલાળી ઢાંકીને તેને રાખો. સવારે ઊઠીને ખાલી પેટ કિસમિસ પલાળેલું પાણી પી લેવું અને પછી કિસમિસ ખાવી. પલાળેલી કિસમિસ બરાબર ચાવીને ખાવાથી બ્લડ પ્યોરિફિકેશન સારી રીતે થાય છે. તેનાથી હાર્ટ ફંક્શન પણ બરાબર રીતે કામ કરે છે.

આ પણ વાંચો:

જો તમારી પાચન શક્તિ નબળી હોય અને પાચનતંત્રને મજબૂત બનાવવું હોય તો રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ સવારે ખાવાનું રાખો. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જેનાથી પાચન સુધરે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેણે નિયમિત 10 પલાળેલી કિસમિસ ખાવી જોઈએ અને પાણી પીવું જોઈએ તેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news