અખબારના પાનામાં પેક કરેલું ભોજન છે અત્યંત જોખમી, જાણો શરીરને શું નુકસાન થાય
Trending Photos
ફેરિયાઓ કે દુકાનવાળા મોટાભાગે અખબારના પાનામાં લપેટીને ખાવાની વસ્તુ આપતા હોય છે. શું આ પ્રકારે આપેલું ખાવાનું આરોગવું એ યોગ્ય છે? વિશેષજ્ઞોના કહેવા મુજબ આ પ્રકારના ભોજનથી અનેક પ્રકારના નુકસાન થાય છે.
વાત જાણે એમ છે કે અખબારને છાપવા માટે જે ખાસ શાહીનો ઉપયોગ થાય છે તેમાં નુકસાનકારક કેમિકલ હોય છે. આ રસાયણ એટલા ખતરનાક હોય છે કે તે કેન્સર જેવી ઘાતક બીમારીનું કારણ પણ બની શકે છે. અખબાર પર ગરમ વસ્તુ રાખવાથી ક્યારેક તેની શાહી ખાવાના પર ચોંટી જાય છે. જાણતા અજાણતા જ તે તમારા ભોજનનો ભાગ બને છે.
FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ અનેકવાર કહ્યું છે કે અખબારમાં લપેટીને ખાવામાં લેવાતું ભોજન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
અખબારને છાપવા માટે ઉપયોગમાં લેવાતી શાહીનું સેવન કરવાથી જે કેમિકલ તમારા પેટમાં જાય છે તેનાથી સૌથી પહેલા તો પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આ કેમિકલથી હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે.
અખબારમાં લપેટેલું તૈલી ભોજન વધુ જોખમી બની જાય છે. તેની સાથે ચોંટીને જે હાનિકારક તત્વો તમારા પેટમાં જાય છે તેનાથી મૂત્રાશય અને ફેંફસાનું કેન્સર પણ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે