90 ટકા લોકો રોટલી બનાવતા કરે છે આ ભૂલ, શું તમે આ 90 ટકામાં આવો છે કે બાકીના 10 ટકામાં?

Roti Making Tips : રોટલી તો રોજ બધાના ઘરમાં બને છે, પરંતું બધાના હાથની રોટલી સારી બનતી નથી... પણ શું તમને સારી રોટલી બનાવવાની ટ્રીક ખબર છે?
 

90 ટકા લોકો રોટલી બનાવતા કરે છે આ ભૂલ, શું તમે આ 90 ટકામાં આવો છે કે બાકીના 10 ટકામાં?

Cooking Mistakes : રોટલી બનાવવી એક કલા છે. એટલે જ બધા લોકોની રોટલી સારી બનતી નથી. કેટલાક લોકો અથાગ પ્રયત્નો કરે છતા તેમની રોટલી સારી નથી, તો કેટલાક કંઈ કરતા નથી છતાં તેમની રોટલી સારી બને છે. દરેકની થાળીમાં સવારે કે સાંજે રોટલી તો હોય છે. દરેકના ઘરમાં રોટલી તો બને જ છે. પરંતુ 90 ટકા લોકો રોટલી બનાવવામાં કેટલીક ભૂલો કરે છે. જેનાથી લોકોના સ્વાસ્થય પર ખરાબ અસર પડી શકે છે. રોટલી બનાવવાથી લઈને તેને પકાવવાની એક રીત હોય છે. જો તેમાં લાપરવાહી દાખવવામા આવે તો તેને ખાનાર વ્યક્તિ બીમાર પણ પડી શકે છે. તો આજે લોટ બાંધવાથી લઈને તેને પકાવવા સુધીની યોગ્ય રીત જાણી લો.

રોટલી બનાવતા સમયે આ ભૂલ ન કરો
હંમેશા ઘરમાં જોવા મળ્યું કે, લોટ બાંધતા જ લોકો રોટલી બનાવવાની શરૂઆત કરી દે છે. પરંતુ રોટલી બનાવવાની રીત ખોટી હોય છે. લોટ ગૂંથ્યા બાદ લગભગ 5 થી 10 મિનિટ સુધી તેને એમ જ મૂકી રાખવાનો હોય છે. આવુ કરવાથી લોટ ફરમેન્ટ થવાનો શરૂ થાય છે. તેમાં સારા બેક્ટેરિયા આવવાની શરૂઆત થાય છે. ત્યારે જ તે હેલ્ધી ગણાય. 

નોન સ્ટીક તવાનો ઉપયોગ ન કરો
જો તમે હેલ્ધી ખોરાક ખાવા માંગતા હોય તો તે ખોરાક શેમાં બનાવ્યુ છે તે વધુ મહત્વનું છે. જો તમે રોટલી બનાવવા નોન સ્ટીકનો ઉપયોગ કરો છો, તો તેને હટાવી દો. તેને બદલા લોખંડના તવા પર રોટલી બનાવો. 

એલ્યુમિનિયમ ફોઈલમાં રોટલી ન મૂકો
આ એક માન્યતા છે કે, રોટલીઓ બનાવ્યા બાદ તેને એલ્યુમિનિયમના ફોઈલમાં રેપ કરીને મૂકવી જોઈએ. આ રોટલી મૂકવાની ખોટી રીત છે. જો તમે લાંબો સમય રોટલીને સારી રીતે મૂકવા માંગો છો, તો તેને કપડામાં લપેટીને રાખો.

મલ્ટીગ્રેઈન લોટથી દૂર રહો
ડાયટિશિયનના અનુસાર, આપણે મલ્ટીગ્રેઈન રોટલીથી દૂર રહેવુ જોઈએ. હંમેશા એક જ પ્રકારના લોટથી બનેલી રોટલી ખાવી જોઈએ. પછી તે જુવાર હોય, રાગી હોય કે ઘઉ હોય. 

રોટલી બનાવતા અને ખાતા સમયે આ ભૂલોથી બચશો તો હંમેશા સ્વસ્થ રહેશો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news