હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો

દુનિયાભરમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ તેમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાયટ પણ સામેલ છે.

હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો

નવી દિલ્હીઃ આપણું સ્વાસ્થ્ય આપણા ખાનપાન પર નિર્ભર કરે છે એટલે કે આપણા સારા સ્વાસ્થ્યમાં 80 ટકા ભૂમિકા આપણા ડાયટની હોય છે. તેથી ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરી ડાયાબિટીસ, હાર્ટ અને બ્લડ પ્રેશર જેવી બીમારીથી પરેશાન દર્દીઓએ.

વિશ્વભરમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ તેમાં ખરાબ લાઇસ્ટાઇલ અને ડાયટ મુખ્ય છે. 

ડાયટમાં કરવામાં આવેલી નાની-નાની ભૂલ ઘણીવાર હાર્ટ એટેકનો ખતરો વધારી શકે છે. તેથી હ્રદયની બીમારીના દર્દી શું ખાય છે અને શું નહીં, તે બંને ખુબ મહત્વપૂર્ણ છે. હાર્ટના દર્દીઓએ પોતાના ડાયટમાં એ વસ્તુ સામેલ ન કરવી જોઈએ, જે કોલેસ્ટ્રોલ વધારી શકે છે. 

મેંદો
મેંદાનું સેવન હાર્ટના દર્દીઓ માટે હાનિકારક હોય છે. તે હાઈ કેલેરીની સાથે ફેટ અને કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. તેથી મેંદાથી બનેલી વસ્તુ ખાવાથી દૂર રહો.

ઈંડાનો પીળો ભાગ
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ અનુસાર ઈંડાના પીળા ભાગમાં પોષક તત્વોની સાથે ફેટ પણ વધુ માત્રામાં હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધી જાય છે. તેથી હાર્ટના દર્દીઓએ ઈંડાના પીળા ભાગનું ઓછું સેવન કરવું જોઈએ. ઈંડાના પીળા ભાગને સપ્તાહમાં એક-બે વાર ખાય શકાય છે, તે પણ માત્ર ઈંડાનો પીળો ભાગ.

કોફી
વધુ માત્રામાં કોફીનું સેવન કરવું હાર્ટના દર્દીઓ માટે હાનિકારક થઈ શકે છે. કોફીમાં રહેલા કેફીન હાર્ટના ધબકારા વધારી શકે છે અને બ્લડ પ્રેશરને વધારી શકે છે. વધુ માત્રામાં કોફીનું સેવન કે દિવસભરમાં 2 કપથી વધુ કોફીનું સેવન હાર્ટના દર્દીઓમાં એટેકનો ખતરો વધારે છે.

ફળનું જ્યુસ
ફળના જ્યુસમાં સુગર અને કેલેરી બંનેની હાઈ માત્રા હોય છે, જે હાર્ટ માટે સારૂ નથી. તેથી હાર્ટના દર્દીઓએ ફળના જ્યુસની જગ્યાએ ફળ ખાવા જોઈએ. પરંતુ ફળનું પણ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

પિસ્તા
પિસ્તા એક ડ્રાઈ ફ્રૂટ છે અને તેમાં સોડિયમની હાઈ માત્રા હોય છે. તેથી હાર્ટના દર્દીએ તેનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પિસ્તામાં સોડિયમની હાઈ માત્રા હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ રીતે દવા કે સારવારનો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news