Health Tips: રોજ કરવી છે 7થી 8 કલાકની ઊંઘ ? તો ટ્રાય કરો 4-7-8 સ્લીપ મેથડ

Health Tips: લોકો રાત્રે મોડા સુવે છે અને સવારે કામના કારણે વહેલા જાગી જવું પડે છે. જેના કારણે રોજ ઊંઘ પૂરી થતી નથી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો આજે તમને એક જોરદાર ટ્રીક જણાવીએ. તમે આ ટ્રીક અજમાવશો એટલે મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જશે. 

Health Tips: રોજ કરવી છે 7થી 8 કલાકની ઊંઘ ? તો ટ્રાય કરો 4-7-8 સ્લીપ મેથડ

Health Tips: સ્વસ્થ રહેવા માટે ખાવું પીવું જેટલું જરૂરી છે એટલે જ જરૂરી ઊંઘ પણ છે. દુનિયાભરમાં થયેલી રિસર્ચ અનુસાર એક સ્વસ્થ વ્યયસ્ક વ્યક્તિએ દિવસમાં આઠ કલાક શાંતિથી સૂવું જોઈએ. જો આટલા કલાકની ઊંઘ થાય તો જ સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો આઠ કલાકથી ઓછા કલાક ઊંઘે છે તેમને સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગ, ડિપ્રેશન જેવી સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. 

આજના સમયમાં મોટાભાગના લોકો એવા જોવા મળે છે જે મોડી રાત સુધી જાગે છે. કારણ પૂછવામાં આવે તો જણાવવામાં આવે છે કે ઊંઘ જ નથી આવતી... આવા લોકો રાત્રે મોડા સુવે છે અને સવારે કામના કારણે વહેલા જાગી જવું પડે છે. જેના કારણે રોજ ઊંઘ પૂરી થતી નથી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો આજે તમને એક જોરદાર ટ્રીક જણાવીએ. તમે આ ટ્રીક અજમાવશો એટલે મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જશે. 

ઊંઘ ન આવવાનું કારણ

સામાન્ય રીતે ટેન્શન કે ડિપ્રેશનના કારણે રાત્રે યોગ્ય સમયે ઊંઘ આવતી નથી.. જાગતા હોય તે લોકો ઘણી વખત ચા કે કોફી જેવી વસ્તુઓ પીવે છે જેના કારણે આ સમસ્યા વધી જાય છે. આ સિવાય કેટલીક મેડિકલ કન્ડિશનમાં પણ ઊંઘ ન આવવાની સમસ્યા થઈ જાય છે. તો કેટલાક લોકો મોડી રાત સુધી મોબાઇલ કે લેપટોપ પર સમય પસાર કરે છે જેના કારણે ઊંઘ પૂરી થતી નથી. કોઈપણ કારણસર ઊંઘ થઈ શકતી ન હોય તો તમે 4-7-8 સ્લીપ મેથડ ટ્રાય કરી શકો છો.

શું છે આ 4-7-8 મેથડ ?  

જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે તેઓ  4-7-8 સ્લીપ મેથડ અપનાવી શકે છે. આ મેથડમાં શ્વાસની કંટ્રોલ કરીને ઊંઘ લાવવાની રીત જણાવવામાં આવી છે. આ રીતને ટ્રાય કરવા માટે સૌથી પહેલા જીભથી ઉપરના દાંતને પાછળના ભાગે ટચ કરવાનું હોય છે. ત્યાર પછી નાક વડે 4 વખત શ્વાસ લેવો. 7 સેકન્ડ માટે શ્વાસ રોકો. આ દરમિયાન મનમાં સાત સુધી કાઉન્ટ કરો. 8 સેકન્ડ પૂરી થાય એટલે શ્વાસ છોડો. 

બસ આ પ્રોસેસને 4 વખત કરો. રોજ તમે આ રીતે 4 વખત કરશો એટલે તમારી ઊંઘની સાયકલ સેટ થવા લાગશે. શરૂઆતના દિવસોમાં આ ટેકનીકને ચાર વખત અજમાવો અને પછી ધીરે ધીરે આઠ સુધી પહોંચો.

ડોક્ટર્સનું જણાવો છે કે આ મેથડથી રાત્રે સૂવું સરળ થઈ જાય છે જે લોકોને રાત્રે ઊંઘ વચ્ચે વચ્ચે તૂટી જાય છે તેમના માટે પણ આર રીત ખૂબ જ કારગર છે. નિયમિત આ પ્રેક્ટિસ કરવાથી ટેન્શન પણ દૂર થાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જોકે આ ટેકનીક કેટલી અસર કરે છે તેને લઈને કોઈ રિસર્ચ કરવામાં આવી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news