IMA Corona Advisory: કોરોના ફરી ડરાવવા લાગ્યો!, વધતા કેસોને જોતા IMA એ એડવાઈઝરી બહાર પાડી

Corona Deaths in India: કોરોના વાયરસના કેસ દુનિયાના અનેક દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. ચીન, જાપાન સહિત અનેક દેશોમાં સ્થિતિ ખુબ ખરાબ છે. ચીનમાં તો હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ સુદ્ધાની અછત સર્જાઈ છે. ચીનમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટના 4 દર્દીઓ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. કોરોના સંકટ પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં IMA એ શું કહ્યું તે ખાસ જાણો...

IMA Corona Advisory: કોરોના ફરી ડરાવવા લાગ્યો!, વધતા કેસોને જોતા IMA એ એડવાઈઝરી બહાર પાડી

Corona Deaths in India: કોરોના વાયરસના કેસ દુનિયાના અનેક દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. ચીન, જાપાન સહિત અનેક દેશોમાં સ્થિતિ ખુબ ખરાબ છે. ચીનમાં તો હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ સુદ્ધાની અછત સર્જાઈ છે. ચીનમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટના 4 દર્દીઓ અત્યાર સુધીમાં મળી આવ્યા છે જેમાંથી 3 તો ગુજરાતમાંથી મળ્યા છે. ભારત સરકાર આ  કેસોને પગલે અલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં IMA એ શું કહ્યું તે ખાસ જાણો...

- જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરવું જરૂરી છે. 

- સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું જરૂરી છે. 

- સેનેટાઈઝર અને સાબુથી હાથ ધોતા રહો. 

- રાજનીતિક અને સામાજિક બેઠકોમાં  જવાથી બચો.

- આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ કરવાથી બચો.

- જો તાવ, ગળામાં ખરાશ, ઉધરસ કે લૂઝ મોશન વગેરે જેવી સમસ્યાથી પીડાતા હોવ તો ડોક્ટર પાસે જાઓ. 

- જેટલું બને તેટલું જલદી કોવિડ રસીકરણ કરાવો. જેમાં પ્રિકોશનરી ડોઝ પણ સામેલ છે. 

— ANI (@ANI) December 22, 2022

અત્રે જણાવવાનું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા છે. BF.7 વેરિએન્ટના અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5 લાખ 37 હજાર કેસ- ચીન જાપાન, કોરિયા અને અમેરિકાથી નોંધાયા છે. કોરોનાના નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. સરકારે એરપોર્ટ પર વિદેશથી આવતા લોકો માટે રેન્ડમ તપાસના નિર્દેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેના ઉપર જલદી નવી ગાઈડલાઈન બહાર પડી શકે છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

સદનમાં પણ માસ્કની એન્ટ્રી
દુનિયામાં કોરોનાના વધતા કેસને પગલે કેન્દ્ર સરકાર પણ અલર્ટ મોડમાં છે. પીએમ મોદી પણ આજે બેઠક કરી રહ્યા છે. ચીનમાં તબાહી મચાવી રહેલા કોરોના વેરિએન્ટ BF.7 ના અત્યાર સુધીમાં જે 4 દર્દી મળ્યા છે તે હવે તો જો કે સાજા થઈ ગયા છે. બીજી બાજુ કોરોના સામે જંગ પર પીએમ મોદીએ આજે સંસદમાં મોટો સંદેશ આપ્યો. પીએમ મોદી જ્યારે રાજ્યસભા પહોંચ્યા તો તેમણે માસ્ક પહેરેલો હતો. સંસદના બંને સદનોમાં સાંસદો માટે આજથી માસ્ક જરૂરી કરાયું છે. માસ્ક દ્વારા પીએમ મોદીએ એ સંદેશ આપ્યો કે ભીડભાડ અને જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરો કારણ કે તેના દ્વારા કોરોનાથી બચી શકાય છે. આજે સવારે જ્યારે 11 વાગે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ તો લોકસભા સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ એમ બંને માસ્ક પહેરીને સદનમાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news