વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ, જાણો અહીં

Black Pepper Side Effects: કાળા મરીને એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે જેના દ્વારા તે અનેક રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો, તો તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ, જાણો અહીં

Side Effects Of Black Pepper: કાળા મરી એક એવો મસાલો છે જેનો ઉપયોગ લગભગ દરેક ભારતીયના ઘરમાં થાય છે. જો આને રેસિપીમાં ઉમેરવામાં આવે તો ખાવાનો સ્વાદ વધે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ કરે છે. વાસ્તવમાં તેનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી, ઉધરસ અને તમામ પ્રકારના વાયરલ રોગોથી બચાવે છે, પરંતુ કેટલાક લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળા મરીનું વધુ પડતું સેવન કરે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી કોઈ ફાયદો નથી થતો. 

વધુ પડતા કાળા મરી ખાવાના ગેરફાયદા

1. શ્વાસ લેવામાં તકલીફ
જો તમે કાળા મરીનું વધુ પડતું સેવન કરો છો, તો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, કારણ કે તે શ્વસન સંબંધી સમસ્યાઓ માટે જવાબદાર છે. આને કારણે, ઓક્સિજનના ફ્લો પર અસર થાય છે, તેથી વ્યક્તિ આરામથી શ્વાસ લઈ શકતી નથી.

No description available.

2. સ્કીન ડીસીઝ
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા સુંદર અને ચમકદાર દેખાય, તેના માટે ત્વચામાં ભેજ જળવાઈ રહે તે જરૂરી છે. કાળા મરીની અસર ગરમ હોવાથી આવી વસ્તુઓ ભેજ ચોરી લે છે અને તેનાથી ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3. પેટમા અલ્સર
જે લોકો કાળા મરીનું વધુ પ્રમાણમાં સેવન કરે છે તેમને પેટની સમસ્યા થઈ શકે છે. આમાં પેટના અલ્સરનો સમાવેશ પણ થાય છે. જો તમે આ મસાલાને મર્યાદિત માત્રામાં ખાવા માંગતા હોવ તો તમે ડાયટિશિયનની સલાહ લઈ શકો છો.

4. ગર્ભાવસ્થામાં નુકસાન
જો તમે ગર્ભવતી મહિલા છો, તો તમારે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જે ગરમ અસર કરે છે. કાળા મરીને વધુ માત્રામાં ખાવાથી સ્તનપાનમાં સમસ્યા થઈ શકે છે, જેના કારણે દૂધ પીનારા બાળકોને પાછળથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news