રૂરકીમાં 'લઠ્ઠાકાંડ': 14નો ભોગ લેવાયો, નશાબંધી વિભાગના 13 કર્મચારી સસ્પેન્ડ

રૂરકીના ઝબરેડા વિસ્તારમાંથી એક મોટા સમાચાર આવ્યાં છે. ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

રૂરકીમાં 'લઠ્ઠાકાંડ': 14નો ભોગ લેવાયો, નશાબંધી વિભાગના 13 કર્મચારી સસ્પેન્ડ

નવી દિલ્હી/રૂરકી: રૂરકીના ઝબરેડા વિસ્તારમાંથી એક મોટા સમાચાર આવ્યાં છે. ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે ગુરુવારની સાંજે તેમણે દારૂ પીધો હતો. ઘટના બાદ પોલીસ તથા નશાબંધી વિભાગ ઝેરી દારૂ વેચનારાઓને પકડવામાં લાગી ગયા છે. 

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂરકીની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાક લોકોને સહારનપુર જિલ્લામાં દાખલ કરવામાં આવ્યાં છે. એક સાથે 14 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે અને એક્સાઈઝ વિભાગે મોટી કાર્યવાહી પણ કરી છે. વિભાગે નશાબંધી ઈન્સ્પેક્ટર સહિત 13 કર્મચારીઓને સસ્પેન્ડ  કર્યા છે. 

આ મામલાને ગંભીરતાથી લેતા એક્સાઈઝ મંત્રી પ્રકાશ પંતે ટ્વિટ કરીને કેસની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. હરિદ્રારના ગ્રામ બાલપુર, ભલસ્વા, ખેડી ગામના પીડિત/મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. વિભાગીય અધિકારીઓની બેદરકારીના દ્રષ્ટિગત સંબધિત વિસ્તારના નશાબંધીના ઈન્સ્પેક્ટર તથા સિપાઈઓને તત્કાળ સસ્પેન્ડ ક રવાના તથા આ દુખદ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી રહ્યો છું. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news