Border Dispute: ભારત-ચીન સૈન્ય કમાન્ડર વચ્ચે થઈ 12માં તબક્કાની બેઠક, 9 કલાક સુધી ચાલી ચર્ચા

ભારત અને ચીન વચ્ચે 12માં તબક્કાના કોર્પ્સ કમાન્ડર લેવલની બેઠક 9 કલાક ચાલી છે. પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીન તરફથ મોલ્ડો સરહદ બિંદુ પર આ બેઠક થઈ છે. 

Border Dispute: ભારત-ચીન સૈન્ય કમાન્ડર વચ્ચે થઈ 12માં તબક્કાની બેઠક, 9 કલાક સુધી ચાલી ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે 12મા રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીત શનિવારે સાંજે 7.30 કલાકે સંપન્ન થઈ છે. નવ કલાક ચાલેલી આ બેઠકમાં બંને પક્ષોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા સૈન્ય ગતિરોધને હલ કરવાના મુદ્દા પર ચર્ચા કરી છે. આ વાતચીતનો ઇરાદો ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખના ગતિરોધવાળા ક્ષેત્રોથી સૈનિકોની વાપસીની દિશામાં આગળ વધવાનો હતો. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે આ વાર્તાનો ઉદ્દેશ્ય 14 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવાનો છે.

એલએસીની પેલે પાર ચીન તરફથી મોલ્ડોમાં આ વાર્તા પાછલી બેઠકના આશરે ત્રણ મહિના બાદ થઈ છે. આ પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીન તરફથી મોલ્ડો સીમા બિંદુ પર સવારે 10.30 કલાકે શરૂ થઈ હતી. આ વાતચીતને લઈને સેના તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે હોટ સ્પ્રિંગ અને ગોગરાથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા પર સકારાત્મક પરિણામની આશા છે. પહેલા 11માં તબક્કાની સૈન્ય વાર્તા 9 એપ્રિલે એલએસી પર ચુશુલ સરહદ બિંદુ પર થઈ હતી. આ વાતચીત આશરે 13 કલાક ચાલી હતી. 

તેમાં ભારતીય પક્ષનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન અને વિદેશ મંત્રાલયમાં અપર સચિવ (પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવે કર્યુ હતુ. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પીપુલ્સ લિબરેશન આર્મીના પશ્ચિમી થિયેટર કમાન્ડના કમાન્ડસ શૂ કિલિંગે કર્યુ હતુ. શૂ કિલિંગને આ મહિનાની શરૂઆતમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 

ભારત પહેલા સ્પષ્ટ કરી ચુક્યુ છે કે જ્યાં સુધી ચીનની સેના મે 2020 પહેલાવાળી સ્થિતિમાં પરત જતી નથી ત્યાં સુધી સરહદ પર શાંતિની સ્થાપના સંભવ નથી. બે સપ્તાહ પહેલા જ વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ યીને દ્રઢતાથી કહ્યુ હતુ કે એલએસી પર યથાસ્થિતિમાં કોઈ પણ એક પક્ષીય ફેરફાર ભારતને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી દ્વિપક્ષીય સંબંધનો સવાલ છે કે પૂર્વી લદ્દાખમાં સંપૂર્ણ રીતે શાંતિ અને સ્થિરતા બહાલ થયા બાદ સંબંધોનો વિકાસ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news