આસામ: નકલી એન્કાઉન્ટરમાં મેજર જનરલ સહિત 7 જવાનોને ઉંમર કેદ, 5 યુવકોની થઇ હતી હત્યા
24 વર્ષ જૂના એક નકલી એન્કાઉન્ટર કેસમાં મેજર જનરલ સહિત 7 જવાનોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. સેનાની એક કોર્ટમાં થયેલી સુનાવણીમાં મેજર જનલર સહિત બધા 7 જવાનોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.
Trending Photos
ગુવાહાટી: 24 વર્ષ જૂના એક નકલી એન્કાઉન્ટર કેસમાં મેજર જનરલ સહિત 7 જવાનોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. સેનાની એક કોર્ટમાં થયેલી સુનાવણીમાં મેજર જનલર સહિત બધા 7 જવાનોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. 1994માં થયેલા આ નકલી એન્કાઉન્ટરમાં 5 યુવકોના મોત થયા હતા.
સેનાના સુત્રોએ જણાવ્યા અનુસાર, આસામના તિનસુકિયા જિલ્લામાં એક નકલી એન્કાઉન્ટર કેસમાં જે 7 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મેજર જનરલ એ.કે.લાલ, કર્નલ થોમસ મેથ્યૂ, કર્નલ આર.એસ. સિબિરેન, જૂનિયર કમિશન્ર ઓફિસર્સ અને નોનકમિશ્નર ઓફિસર્સ દિલીપ સિંહ, જગદેવ સિંહ, જલબિંદલ અને શિવેન્દ્ર સિંહ સામેલ હતા. સજા સંભળાવ્યા બાદ આરોપી જવાનો પાસેથી આર્મ્ડ ફોર્સેઝ ટ્રાઇબ્યૂનલ અને સુપ્રિમ કોર્ટમાં અપલી કરી શકે છે.
વાંચવા માટે ક્લિક કરો: પીએમ મોદી આજે પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખો સાથે ક્રુડના ભાવને લઇને કરશે ચર્ચા, ઘટી શકે છે કિંમતો
આસામના મંત્રી અને બીજેપી નતે જગદીશ ભુયાને વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1994માં ચાના બગીચાના એક અધિકારીની હત્ચા થઇ હતી. આ હત્યની શંકામાં 18 ફેબ્રૂઆરી 1994ના તિનસુકિયા જિલ્લાના વિવિધ ભાગમાં 9 લોકોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. સેનાના જવાનોએ એક નકલી એન્કાઉન્ટરમાં આ પાંચ યુવકોને ઉલ્ફા (યૂનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ)ના સભ્યો બતાવી તેમને ગોળી મારી દેવામાં આવી હતી. જ્યારે બાકી ચાર લોકોને થોડા દિવસ પછી છોડી દેવામાં આવ્યા હતા.
આ કેસમાં જગદીશ ભુયાને 22 ફેબ્રૂઆરી 1994માં ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી ગુમ યુવાનોની જાણકારીની માંગ કરી હતી. આ અરજી પર હાઇકોર્ટે ભારતીય સેનાને કહ્યું કે તેઓ ઓલ ઇન્ડિયા આસામ સ્ટૂડેન્ટ યૂનિયનના ગુમ 9 કાર્યકર્તાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર કરે. ત્યારબાદ સેનાએ તિનસુકિયાના ઢોલા પોલીસ સ્ટેશનમાં પાંચ મૃતદેહને હાજર કર્યા હતા.
ત્યારબાદ સૈન્ય કર્મીઓનું આ વર્ષે 16 જુલાઇએ કોર્ટ માર્શલ શરૂ કરવામાં આવ્યું અને 27 જુલાઇએ નિર્ણય કરી ચુકાદો આપવામાં આવ્યો હતો. બીજેપી નેતા જગદીશ ભુયાને આર્મી કોર્ટના નિર્ણય પર સંતોષ દેખાળ્યો અને કહ્યું કે, ‘મને ભારતીય ન્યાય વ્યવસ્થા, લોકતંત્ર અને સેનાનું અનુશાસન તેમજ નિષ્પક્ષતા પર સંપૂર્ણ વિશ્વાસ છે.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે