મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ

મુંબઈના તિલકનગરમાં એક બહુમાળી ઈમારતના 14મા માળે ભીષણ આગ ફાટી નિકળી હતી, ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ-3 પ્રકારની જાહેર કરાઈ હતી

મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ

મુંબઈઃ મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોનાં મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. અત્યારે રાહત-બચાવ કાર્ય ચાલુ છે અને મૃતાંક વધવાની શક્યતા છે. 

મુંબઈના તિલકનગર વિસ્તારમાં ગણેશન નગર નજીક આવેલી સરગમ સોસાયટીની એક 15 માળની બહુમાળી ઈમારતના 14મા માળે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડના 8 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ રાહત બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે. 

— ANI (@ANI) December 27, 2018

આગ એટલી ભીષણ છે કે તેના કારણે રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી નડી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news