MP Electionમાં Young India નહિ, પણ Old India, ઈલેક્શન લડનારા 70થી વધુ વર્ષના નેતાઓની ભરમાર છે

આ નેતાઓ પર આશા છે કે, તેઓ આખી તાકાતથી ઈલેક્શન લડીને તેને જીતાડવાનો પ્રયાસ કરશે. ઉંમર તેમના માટે આંકડા માત્ર છે. રાજ્યમાં 28 નવેમ્બરના રોજ થયેલા વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી અને કોંગ્રેસ, બંને પ્રમુખ દળોએ 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓ પર ઉમેદવારીનો ભરોસો ગણાવ્યો હતો. 

MP Electionમાં Young India નહિ, પણ Old India, ઈલેક્શન લડનારા 70થી વધુ વર્ષના નેતાઓની ભરમાર છે

ઈન્દોર : મધ્ય પ્રદેશ વિધાનસભા ઈલેક્શનની આજે થનારી મતગણતરી 70 વર્ષથી વધુ ઉંમરના ડઝનેક નેતાઓના રાજકીયા ભવિષ્યનો ફેંસલો કરશે. જેમાં હાલની બીજેપી સરકારના બે કેબિનેટ મંત્રી સામેલ છે. આ નેતાઓ પર આશા છે કે, તેઓ આખી તાકાતથી ઈલેક્શન લડીને તેને જીતાડવાનો પ્રયાસ કરશે. ઉંમર તેમના માટે આંકડા માત્ર છે. રાજ્યમાં 28 નવેમ્બરના રોજ થયેલા વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી અને કોંગ્રેસ, બંને પ્રમુખ દળોએ 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓ પર ઉમેદવારીનો ભરોસો ગણાવ્યો હતો. 

બીજેપીના નેતાઓનું લિસ્ટ
લાંબા રાજકીય અનુભવને ધ્યાનમાં લેતા બીજેપીએ બડવારાથી પૂર્વ મંત્રી મોતી કશ્યપ (78), લહારથી રસાલ સિંહ (76), ગુઢથી નાગેન્દ્ર સિંહ (76), નાગૌદથી પૂર્વ મંત્રી નાગેન્દ્ર સિંહ (76), રૈગાંવથી જુગુલ કિશોર બાગરી (75)ને ઈલેક્શનમાં મેદાનમાં ઉતાર્યા છે. હાલના સ્વાસ્થ્ય મંત્રી રુસ્તમ સિંહ (73) મુરૈનાથી ઈલેક્શન લડી રહ્યાં છે. જ્યારે કે, હાલના ફાઈનાન્સ મંત્રી જયંત મલૈયા (71) પોતાની પરંપરાગત દમોહ સીટથી મોરચો સંભાળી રહ્યાં છે. આ ઉપરાંત બીજેપીના અન્ય બે ઉમેદવારો સિંહાવલથી શિવબહાદુર સિંહ ચંદેલ અને મહારાજપુરથી માનવેન્દ્ર સિંહની ઉંમર પણ 70-70 વર્ષ છે. 

કોંગ્રેસમાં પણ વયોવૃદ્ધ નેતાઓ 
બીજી તરફ, સૌથી ઉંમરવાળા કોંગ્રેસ ઉમેદવારોના લિસ્ટમાં પૂર્વ મંત્રી સરતાર સિંહ (78) અવ્વલ છે. પોતાની પરંપરાગત સિવની-માલવા સીટથી ઈલેક્શન ટિકીટ કપાયા બાદ નારાજ થયેલા સિંહે બીજેપી છોડ્યું હતું. પણ કોંગ્રેસે તેમને હોશંબાદથી ઈલેક્શન લડાવ્યું છે. કોંગ્રેસે મંદસૌરના પૂર્વ મંત્રી નરેન્દ્ર નાહટા(72) અને કટંગીથી ટામલાલ સહારે (71)ને ઈલેક્શનમાં ઉતાર્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news