96 દેશોએ આપી ભારતની બંને વેક્સીન કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. 

96 દેશોએ આપી ભારતની બંને વેક્સીન કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ડોર-ટૂ-ડોરના માધ્યમથી બધા સ્વાસ્થ્યકર્મી ઘરે-ઘરે જઈને વેક્સીન અભિયાન ચલાવી રહ્યાં છે. આ સિવાય અમને ખુશી છે કે 96 દેશોએ ભારતની બંને વેક્સીન (કોવિશીલ્ડ અને કોવેક્સીન) ને માન્યતા આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધી 8 વેક્સીનને ઈયૂએલ (ઉમરજન્સી ઉપયોગ યાદી) માં સામેલ કરી છે. મહત્વનું છે કે WHOએ થોડા દિવસ પહેલા કોવેક્સીનને માન્યતા આપી છે.

મંગળવારે એએનઆઈ સાથે વાત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 'ડોર-ટૂ-ડોર' હેઠળ સ્વાસ્થ્ય કાર્યકર્તા રસીકરણ અભિયાનને અંજામ આપવા માટે દરેક ઘરમાં જઈ રહ્યાં છે. 

— ANI (@ANI) November 9, 2021

તેમણે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધી 8 રસીને ઈયૂએલ (ઈમરજન્સી ઉપયોગ યાદી) માં સામેલ કરી છે. અમને ખુશી છે કે તેમાં 2 ભારતીય રસી કોવેક્સીન અને કોવિશીલ્ડને જગ્યા મળી છે. અત્યાર સુધી 96 દેશોએ કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા આપી છે. તેમણે જણાવ્યું કે, આ દેશોની જાણકારી કોવિન એપ દ્વારા ઓનલાઇન પ્રાપ્ત કરી શકાય છે. લિસ્ટ જોવા માટે ક્લિક કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news