ફરી પાછો બુરાડીકાંડ, મુંબઈમાં જોવા મળ્યો અત્યંત ડરામણો અને હચમચાવી નાખે તેવો કિસ્સો

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની એક સાથે ગળે ફાંસો ખાવાની ઘટનાને હજુ દેશવાસીઓ ભૂલ્યા નથી  ત્યાં મુંબઈમાં આવો જ એક ડરામણો અને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. 

ફરી પાછો બુરાડીકાંડ, મુંબઈમાં જોવા મળ્યો અત્યંત ડરામણો અને હચમચાવી નાખે તેવો કિસ્સો

રાકેશ ત્રિવેદી, મુંબઈ: દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની એક સાથે ગળે ફાંસો ખાવાની ઘટનાને હજુ દેશવાસીઓ ભૂલ્યા નથી  ત્યાં મુંબઈમાં આવો જ એક ડરામણો અને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. આત્માને શરીરમાંથી બહાર કાઢવાની અને શરીરની અંદર પાછો મોકલવાની કાલ્પનિક વાર્તાઓ તો તમે સાંભળી હશે. સોશિયલ મીડિયા પર Astral Travel તમે જોયા હશે, પરંતુ આ વીડિયો એક 14 વર્ષની સગીર યુવતી પર એવો તે હાવી થયો કે તેણે જીવ ગુમાવવો પડ્યો. 

આ ઘટના મુંબઈના ભોઈવાડા વિસ્તારની છે. જ્યા 14 વર્ષની એક યુવતીએ એટલા માટે આપઘાત કર્યો કારણ કે તે જોવા માંગતી હતી કે તેનો આત્મા પાછો તેના શરીરમાં આવીને તેને જીવિત કરે છે કે નહીં. હાલ મુંબઈ પોલીસે એડીઆર નોંધીને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

પોલીસના જણાવ્યાં મુજબ મૃતક છોકરીને પૂરેપૂરો ભરોસો હતો કે તેનો આત્મા પાછો તેના શરીરમાં આવશે અને તે મર્યા બાદ જીવિત થઈ જશે. પરંતુ આવું કઈં થયું નહીં. પોલીસનું કહેવું છે કે પીડિતાના ફોનમાંથી મળેલા વીડિયોના આધારે કહી શકાય છે કે તે Astral Travel ના વીડિયોથી પ્રેરિત હતી. 

મૃતકની દાદીએ જણાવ્યું કે તે હંમેશા ફોન પર શરીરમાંથી આત્માને બહાર કાઢવાના વીડિયો જોયા કરતી હતી. હમણા જ તેણે 10 જાન્યુઆરીના રોજ તેના ઘર પર જ જમીન પર સૂઈને શ્વાસ રોકીને મરવાની કોશિશ કરી હતી. તે અચાનક જમીન પર સૂઈ ગઈ અને શ્વાસ રોકી લીધા હતાં. તેનું આખુ શરીર અકડાઈ રહ્યું હતું. પરિવારના લોકોએ જ્યારે તેને રોકવાની કોશિશ કરી તો તેણે  કહ્યું કે તેને આમ કરતા કેમ રોકી. તેનો આત્મા શરીરમાંથી બહાર આવ્યો હતો અને તે મરીને પુર્નજીવિત થઈ જાત. 

દાદીએ જણાવ્યું કે તે આમ છતાં અટકી નહીં અને તે ચીજ ફરીથી દોહરાવવા માટે બાથરૂમમાં ગઈ અને ઓછી જગ્યા હોવાના કારણે તેણે પોતાના કપડાથી ફાંસો ખાઈ લીધો. તેને આશા હતી કે તેનો આત્મા સ્વર્ગમાં દર્શન કરીને પાછો આવીને તેને જીવિત કરી દેશે. આ દરમિયાન બાથરૂમમાંથી અવાજ આવતા ઘરવાળાઓએ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાવી પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત થઈ ગયું. પીડિતના કાકાનું કહેવું છે કે અમારી છોકરી તો જતી રહી. અમે ઈચ્છીએ  છીએ કે લોકો પોતાના બાળકો પર ધ્યાન આપે કે તેઓ ફોન પર શું જુએ છે અને શું નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news