અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના મધ્યસ્થી ક્રિશ્ચન મિશેલને ભારત લાવવાની તૈયારી

સ્થાનિક કોર્ટો કેસેશને ગયા મહિને નીચલી અદાલતના ક્રિશ્ચન મિશેલના ભારત પ્રત્યારોપણના આદેશને યથાવત રાખ્યો હતો 

અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના મધ્યસ્થી ક્રિશ્ચન મિશેલને ભારત લાવવાની તૈયારી

દુબઈઃ અગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં મધ્યસ્થી એવા બ્રિટિશ નાગરિક મિશેલને ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અગસ્તા વેસ્ટલેન્ડના વીવીઆઈપી હેલિકોપ્ટરના રૂ.3,600 કરોડના સોદામાં ભારતીય તપાસ એજન્સીઓએ મિશેલના ભારત પ્રત્યાર્પણ માટે ઘણા સમય પહેલા માગણી કરી હતી. તાજેતરમાં પ્રાપ્ત સમાચાર મુજબ મિશેલને ભારત પહોંચાડવા માટે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગલવારે લઈ જવાયો છે. 

સ્થાનિક કોર્ટ ઓફ કેસેશને તાજેતરમાં જ ત્યાંની નીચલી અદાલતના એ આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મિશેલનું ભારત પ્રત્યાર્પણ કરવું જોઈએ. ખિલજી ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર મિશેલના ભારત પ્રત્યાર્પણ માટે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જવાયો છે. 

54 વર્ષના મિશેલના પ્રત્યાર્પણ અંગેની પ્રક્રિયા આંતરારાષ્ટ્રીય તપાસ એજન્સી ઈન્ટરપોલ અને ભારતની સીઆઈડી વચ્ચે પૂરી કરવામાં આવશે. અબુ ધાબીના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજની વાટાઘાટો બાદ આ નવું ડેવલપમેન્ટ થયું છે. 

ભારતે વર્ષ 2017માં આધિકારીક રીતે ગલ્ફના આ દેશને મિશેલના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. ભારતની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી હતી. ED દ્વારા જુન, 2016માં મિશેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં વચેટિયા તરીકે 30 મિલિયન યુરો (રૂ.225 કરોડ) મેળવ્યા હોવાનો તેના ઉપર આરોપ લગાવાયો હતો. 

ચાર્જશીટમાં લગાવાયેલા આરોપો મુજબ, મહત્વ નાણાનું નથી, પરંતુ 12 હેલિકોપ્ટની ખરીદીનો સોદો પોતાની તરફેણમાં કરાવા માટે કંપની દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તેનાથી દેશને મોટું નુકસાન થયું હતું. સીબીઆઈ અને ઈડી દ્વારા જે તપાસ કરાઈ છે તેમાં ત્રણ વચેટિયા હતા. ગીડો હેશકે અને કાર્લો ગિરોસા ઉપરાંત મિશેલની વચેટિયા તરીકે ભૂમિકા હતી. 

કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ કાઢી અપાયા બાદ બંને એજન્સીઓએ રેડ કોર્નર નોટિસ દ્વારા ઈન્ટરપોલને મિશેલ અંગે જાણ કરી હતી. ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે મિશેલે દુબઈની ગ્લોબલ સર્વિસિસ મારફતે ભારતની એક મીડિયા ફર્મને નાણા પહોંચાડ્યા હતા, જે દિલ્હીમાં કાર્યરત છે. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં વચેટિયાની ભૂમિકા માટે આ નાણા ચૂકવાયા હતા. આમ, સોદાને તરફેણમાં કરવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જોકે, મિશેલે આ તમામ આરોપો ફગાવી દીધા હતા. 

ભારત સરકારે 1 જાન્યુઆરી, 2014ના રોજ ઈટાલીમાં કાર્યરત અગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે 12 AW-101 VVIP હેલિકોપ્ટર પૂરા પાડવાનો કરાર કર્યો હતો. આ હેલિકોપ્ટર ભારતીય હવાઈ દળને આપવાના હતા. જોકે, આ સોદો પાર પાડવા માટે પાછળા દરવાજે રૂ.423 કરોડની લાંચ આપવામાં આવી હોવાનું પાછળથી બહાર આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news