ત્રણ તલાક પર કાયદો બન્યો તો આપીશું કોર્ટમાં પડકાર: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ત્રણ તલાક પર સંસદમાં કાયદો બનાવવામાં આવશે તો તેને કોર્ટમાં પડકાર આપશે. કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર અધિનિયમ લાવી છે.

ત્રણ તલાક પર કાયદો બન્યો તો આપીશું કોર્ટમાં પડકાર: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

લખનઉ: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે કહ્યું કે ત્રણ તલાક પર સંસદમાં કાયદો બનાવવામાં આવશે તો તેને કોર્ટમાં પડકાર આપશે. કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર અધિનિયમ લાવી છે. તેનો સમયગાળો છ મહિનાનો હશે. જો તે પસાર થાય તો કોઈ વાંધો નથી, પરંતુ જો તેને કાયદાનો આકાર આપવામાં આવે છે, તો બોર્ડ તેને કોર્ટમાં પડકારશે.

બોર્ડની કાર્યકારિણી સમિતિ યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરેન્સમાં બોર્ડના વરિષ્ઠ સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે કહ્યું કે આ અધિનિયમ મુસ્લિમ સમાજ સાથે સલાહ લીધા વગર તૈયાર કરવામાં આવ્યો છે અને જો સરકાર તેને સંસદમાં બીલ તરીકે રજૂ કરશે તો બોર્ડ દરેક ધર્મનિરપેક્ષ દળને આજીજી કરશે કે તેઓ તને પસાર ન થવા દે.

ઝેરી નિવેદનો પર લગાવવામાં આવે રોક
ઇલિયાસે જણાવ્યું કે બોર્ડનું સ્પષ્ટ રૂખ છે કે તેઓ બાબરી મસ્જિદ મામલે કોર્ટના અંતિમ નિર્ણયને સ્વિકાર કરશે. બેઠકમાં આ પણ અભિપ્રાય મળ્યો કે સરકાર મંદિર બનાવવા માટે અધિનિયમ અથવા કાયદો લાવવાની માગની સાથે આપવામાં આવેલી ઝેરી નિવેદનો પર રોક લગાવવામાં આવે.

અયોધ્યા પર અધિનિયમ
બોર્ડના વરિષ્ઠ સભ્ય ઝફરયાબ જીલાનીએ કહ્યું કે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિની અખંડ રાખવાની સ્થિતિમાં કોઈ અધિનિયમ લાવી શકાતો નથી. ધર્મનિરપેક્ષતા બંધારણનો આધાર છે અને જો સરકાર અધિનિયમ અથવા કાયદો લાવે છે તો તે બંધારણીય રીતે યોગ્ય નહીં ગણાય.

કોર્ટનો દરવાજો નથી ખખડાવતા
આ સવાલ પર કે બોર્ડ મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય કેટલાક સંગઠનો દ્વારા વિભિન્ન આયોજન કરી સરકાર પર દબાણ બનાવવાની ફરિયાદ સુપ્રીમ કોર્ટથી કેમ નથી કરતા, જીલાનીએ કહ્યું કે સૂપ્રી કોર્ટના વલણને સારી રીતે ઓળખીએ છે એટલા માટે અમે મંદિરને લઇને થઇ રહેલા નિવેદનોની સામે કોર્ટનો દરવાજો નથી ખખડાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આ પહેલા જ્યારે બોર્ડના વિશ્વ હિન્દુ પરિષદના નેતા અસોક સિંઘલની સામે ફરિયાદ કરી હતી ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ વાતોમાં પડવું યોગ્ય નથી અને તેનું કોર્ટ પર કોઇ અસર થશે નહીં.

દરુલ કાજાનું નિર્માણ
ઇલિયાસે જણાવ્યું કે બેઠકમાં બોર્ડની દારુલ કજા કમેટીની રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે દેશમાં 14 નવી દારુલ કજાની રચના કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં કેટલાક સ્થળો પર પણ તેને કાયમ કરવામાં આવશે. દારુલ કજામાં ઓછા સમયમાં સંપત્તિ, વારસો અને છૂટાછેડા જેવી બાબતો હલ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે દારુલ કજાના નિર્ણયના દસ્તાવેજીકરણ કરવામાં આવે જેથી કોર્ટનો ભાર ઓછો કરવામાં કારુલ કજાનું યોગદાન દુનિયાની સામે લાવી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news