ભાજપ પછડાતા ગેલમાં આવી ગયા વિરોધીઓ, અખિલેશે ટ્વિટ કરીને કર્યો કટાક્ષ

સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 5 રાજ્યોના ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે.

ભાજપ પછડાતા ગેલમાં આવી ગયા વિરોધીઓ, અખિલેશે ટ્વિટ કરીને કર્યો કટાક્ષ

લખનઉ: સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 5 રાજ્યોના ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે લોકસભા ચૂંટણીને લઈને તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનને લઈને પણ સકારાત્મક વલણ રજુ કર્યું છે. અખિલેશ યાદવે પોતાન ટ્વિટર હેન્ડલ પર આજે સવારે ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે એક અને એક મળીને બનશે 11...ત્યારે મોટા મોટા લોકોની સત્તા થઈ જશે 'નૌ દો ગ્યારહ'.

તેમની આ ટ્વિટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાના ચૂંટણી પરિણામોના પ્રાથમિક ટ્રેન્ડને લઈને આવ્યો છે. પ્રાથમિક ટ્રેન્ડમાં રાજસ્થાનમાં કોંગ્રેસને સારી લીડ મળી છે. મધ્ય પ્રદેશ, છત્તીગઢમાં પણ કોંગ્રેસનું સારું પ્રદર્શન છે. આ ટ્રેન્ડને લઈને અખિલેશ યાદવે ટ્વિટ કરી છે. જો કે અભિલેશ યાદવ તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનની વાત કરે છે તો કોંગ્રેસ અને બીએસપીને લઈને તેઓ ખુબ અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સાથી બનીને ઊભર્યા હતાં પરંતુ દેશના બે યુવાઓનું ગઠબંધન કોઈ કમાલ બતાવી શક્યુ નહતું અને સમાજવાદી પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ.

Akhilesh Yadav

જો  કે તેમની આ ટ્વિટને લઈને  તેઓ ટ્રોલ પણ થઈ રહ્યાં છે. કેટલાક લોકોએ ટ્વિટ પર જવાબ આપ્યો છે. પિક્ચર અભી બાકી હૈ..અક્સર ટ્રેલર હિટ પિક્ચર ફ્લોપ હો જાતી હૈ. એક યૂઝરે તો લખ્યું છે કે Accha?????????????ab Saaari EVM theek ho gayi ?????.  અન્ય એક યૂઝરે લખ્યું કે સારો જોક સંભળવાવ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે 2017માં ઉત્તર પ્રદેશમાં મોટા મોટા લોકોની સરકાર નૌ દો ગ્યારહ થઈ ગઈ હતી. તમે અનુભવી છો, અખિલેશ જી! જય હો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news