રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ, JPC તપાસની જરૂરીયાત નથી: અખિલેશ યાદવ
સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે આ ડીલની પ્રક્રિયામાં કોઇ પણ અનિયમિતતા નથી થઇ. એવામાં કોર્ટે કહ્યું તેની એસઆઇટી તપાસની જરૂર નથી.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલી રાફેલ ડીલ પર દેરક અરજીઓને શુક્રવારે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે આ ડીલની પ્રક્રિયામાં કોઇ પણ અનિયમિતતા નથી થઇ. એવામાં કોર્ટે કહ્યું તેની એસઆઇટી તપાસની જરૂર નથી. તેના પણ કોંગ્રેસે જેપીસી તપાસની માગ કરી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસની આ માગ સામે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંમતિ દર્શાવી છે. અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ નિર્ણય છે. સુપ્રીમ કોર્ટ કરતા કોઇ મોટું ન્યાયક્ષેત્ર નથી.
અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે જનતાને સુપ્રીમ કોર્ટથી વધારે કોઇ પર વિશ્વાસ નથી. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે. તેમણે આ તરફ પણ ધ્યાન દોર્યું કે આ ડીલની તપાસ જેપીસીથી કરાવવાની કોઇ જરૂરીયાત નથી. તેમણે કહ્યું કે, અમે રાફેલ ડીલની તપાસ જેપીસીથી કરાવવાની માગ ત્યારે કરી હતી, જ્યારે આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટ ક્યાંય ન હતી. પરંતુ હવે તેના પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે તેના તમામ પાસાઓ પર વિચાર કર્યો હશે. એટલા માટે હવે કોઇપણ ભવિષ્યમાં રાફેલ ડીલ પર સવાલ ઉઠાવે છે તો તેને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવો જોઇએ.
અખિલેશ યાદવે આજ લખનઉમાં ચાર દિવસીય સમાજવાદી વિઝન તેમજ વિકાસ પદયાત્રાની પરવાનગી આપી હતી. આ યાત્રા યુવા સ્ટુડન્ટ નેતા પૂજા શુક્લાની આગેવાનીમાં શરૂ થઇ છે. તેના અંતર્ગત દરેક વિધાનસભામાં અગાઉ સપા સરકારમાં કરવામાં આવેલા વિકાસના કર્યોની જાણકારી આપવામાં આવશે. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી આગામી સમયમાં લોકોની વચ્ચે પોતાના કાર્યો હાથ ધરવાનું ચાલુ રાખશે.
અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્ણય પર તેમના પર પ્રહાર કરાત કહ્યું કે, કેટલાક કામ બતાવશો તો વધારે સારું છે, સીએમ અમારા ભગવાનની જાતી જણાવતા તો અમને તેમની સાથે અમારો સંબંધ જોડવામાં સરળતા રહેતી.
અખિલેશ યાદવે પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે જાણકારી નથી હોતી ત્યારે બીજા લોકો પણ લાભ ઉઠાવી જાય છે. આ સરકારે માત્ર નામ બદલવાનું કામ કર્યું છે. શરૂઆતમાં ભાજપના લોકો માત્ર રંગ લગાવી રહ્યા હતા. ત્યારે હવે નામ બદલવાનું શરૂ કરી દીધું છે. એક્સપ્રેસ વે અમારી સરકારે શરૂ કર્યો અને તેનું ઉદઘાટન તેમની સરકારે કર્યું છે. સ્ટેડયિમ અમારી સરકારમાં બન્યું હતું, અમારી સરકારમાં મેટ્રો યોજના શરૂ થઇ હતી. આગળ મેટ્રોમાં કેવી રીતે પહોંચે તે પૂર્ણ પણ થયું ન હતું. તે માત્ર કાનપુરમાં જ રોકાઇ ગઇ છે.
અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશ પોલીસ ગૌ તસ્કરી રોકી શકી નથી. બુલંદશહેરમાં 2ના જીવ ગયા. પોલીસ અને એક જવાનનું મોત થયું છે. પ્રદેશમાં જે ઠોકો નિતી ચાલી રહી છે, તેની અસર દેખાઇ રહી છે. જનતા પોલીસ અને પોલીસ જનતાને મારી રહી છે. તેમણે કહ્યું કે શેરડીના ખેડૂતો ચીઠ્ઠીઓ મળી રહી નથી. જો ભાજપની પાસે જ ચીઠ્ઠી હોય તો ખેડૂતોને કેવી રીતે મળશે. ખેડૂતોએ બટાટા છોડી દીધા, ત્યારે પોલીસે તેમને આતંકવાદી તરીકે રજૂ કર્યા હતા. ખેડૂતને ચીઠ્ઠી કેવી રીતે મળશે? સરકાર તો કહી રહી છે કે ખેડુતોની આવક બમણી કરી આપી શું. ભાજપના લોકો મૂર્તિ લગાવવામાં વ્યસ્ત છે. અત્યારે 3 ચૂંટણીમાં ભાજપનો રંગ બદલાઇ ગયો છે, યૂપીમાં ચૂંટણી પછી વધારે બદલાઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે