Delhi Airport: દિલ્હી એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે વધારી સુરક્ષા
એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવવાની દમકી બાદ શનિવારે એકવાર ફરી મેલ આવ્યો છે. અલકાયદા નામથી મોકલેલા આ મેલમાં એરપોર્ટને ઉડાળવાની ધમકી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે માટે અલકાયદાના નામથી ઇમેલ આવ્યો છે, જેમાં થોડા દિવસમાં એરપોર્ટને (Airport) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મેલ મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કપલ રાખશે બોમ્બ
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે શનિવારે સાંજે આવેલા આ ઇમેલમાં એક કપલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા બોમ્બ રાખવાની વાત કહેવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી સારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપુરથી ભારત આવી રહ્યાં છે. તે એરપોર્ટ પર આગામી એકથી ત્રણ દિવસમાં બોમ્બ રાખવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.
Delhi:IGI PS informed Airport Operations Control Centre y'day about a bomb threat e-mail received on planned bomb blast by Al Qaeda Sargana at IGI airport. It stated Karanbir Suri alias Mohamad Jalal&his wife Shaily Shara alias Haseena are coming to India on Sunday from Singapore
— ANI (@ANI) August 8, 2021
મેલ દ્વારા આ ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને આઈજીઆઈ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે બધા ટર્મિનલ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.
પહેલા પણ મળી ચુકી છે ધમકી
આ મેલની તપાસ કરવા પર સામે આવ્યું છે કે પહેલા પણ આ નામો દ્વારા ધમકીભર્યા મેલ આવી ચુક્યા છે. પોલીસે જણાવ્યું કે પહેલા પણ કરણબીર અને શૈલીને આઈએસઆઈએસના સભ્ય જણાવતા તે લખવામાં આવ્યું છે કે તે ભારત આવી રહ્યાં છે અને ત્યાં બોમ્બ ધમાકો કરવાનું ષડયંત્ર રચશે. શનિવારે કરવામાં આ મેલ સાંજે 5.45 કલાકે મળ્યો હતો. જાણકારી પ્રમાણે આ મેલ india.212@protonmail.com આઈડીથી મોકલવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે