Gyanvapi ASI Survey: અલાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપીમાં ASI ના સર્વેને આપી લીલી ઝંડી

Gyanvapi ASI Survey: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે રોક લગાવાની ના પાડી દીધી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે ASI ને સર્વે કરવા માટે જણાવ્યું છે.

Gyanvapi ASI Survey: અલાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપીમાં ASI ના સર્વેને આપી લીલી ઝંડી

Gyanvapi Mosque: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવાની મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે બંને પક્ષોની સતત બે દિવસ દલીલો ચાલી અને બંને પક્ષો તરફથી આ મામલે પૂરતી દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 27 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. બીજી બાજુ મુસ્લિમ હાઈકોર્ટના આ ચુકાદાથી ખુશ નથી. મુસ્લિમ પક્ષ આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. 

 રોક લગાવવાની ના
જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે રોક લગાવાની ના પાડી દીધી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે ASI ને સર્વે કરવા માટે જણાવ્યું છે. હાઈકોર્ટે જિલ્લા કોર્ટના ચુકાદાને તત્કાળ પ્રભાવથી લાગૂ કરવા માટે પણ કહ્યું છે. અત્રે જણાવવાનું કે કોર્ટમાં ASI ની એવી દલીલ હતી કે માળખાને કોઈ નુકસાન થશે નહીં. સર્વેમાં ખોદકામ થશે નહીં. જ્યારે મુસ્લિમ પક્ષને સર્વેથી માળખાને નુકસાન થવાની આશંકા છે. હાકોર્ટના ચુકાદા બાદ શુક્રવારથી જ્ઞાનવાપીનો સર્વે ફરીથી શરૂ થશે. 

— ANI_HindiNews (@AHindinews) August 3, 2023

હાઈકોર્ટમાં અન્ય એક અરજી
હાઈકોર્ટના આદેશ પહેલા હિન્દુ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં વધુ એક અરજી કરી છે. જ્ઞાનવાપી પરિસરમાં મળેલા  હિન્દુ પ્રતિકોને સંરક્ષિત કરવાની માંગણી લઈને અરજી કરાઈ. આ અરજી રાખી સિંહે દાખલ કરી હતી. કોર્ટ આ મામલે 4 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. 

જ્ઞાનવાપીમાં કયા કયા પ્રતિકો મળ્યા?
નોંધનીય છે કે જ્ઞાનવાપી પરિસરમાં છેલ્લા કેટલાક દિવસમાં તપાસ દરમિયાન અનેક જગ્યાઓ પર હિન્દુ પ્રતિક ચિન્હો મળ્યા હતા. જેમાં ત્રિશુળ, ડમરુ, અને સ્વસ્તિકના નિશાન મળ્યા હતા. ત્યારબાદથી હિન્દુ  પક્ષને આશંકા હતી કે જ્ઞાનવાપી પરિસરમાં મળેલા હિન્દુ પ્રતિક ચિન્હો નષ્ટ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને અપીલ કરાઈ હતી કે હિન્દુ પ્રતિક ચિન્હોને સંરક્ષિત કરવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં પુરાવાના નષ્ટ કરી ન શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news