Amarnath Yatra:હર હર મહાદેવ.... અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2023ની શરુઆત 1લી જુલાઈથી થઈ છે. આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. જેના કારણે ભક્તો પણ પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.

Amarnath Yatra:હર હર મહાદેવ.... અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2023ની શરુઆત 1લી જુલાઈથી થઈ છે. બાબા અમરનાથના ભક્તો પહેલગામ અને બાલતાલ થઈને પવિત્ર ગુફા માટે રવાના થઈ ગયા છે. યાત્રા માટે બેઝ કેમ્પથી 3488 યાત્રીઓનો પ્રથમ જથ્થો તેમના નિયુક્ત સ્થાનોએ પહોંચી ચુક્યો હતો. અમરનાથ યાત્રાના બંને માર્ગો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  અમરનાથ યાત્રામાં સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવી છે. જમ્મુથી લઈ પવિત્ર ગુફા સુધીના બંને માર્ગો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત દિવસ-રાત પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો:

જમ્મુથી પવિત્ર ગુફા સુધી જતા પહેલગામ અને બાલટાલ એમ બંને માર્ગો પર 60,000 વધુ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા યાત્રા દરમિયાન કોઈપણ ઈમરજન્સી બને તો તેને પહોંચી વળવા માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે સલામત અને સરળ યાત્રા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંના વાહનો પણ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અહીં આવનાર તમામ મુસાફરોને ટેગ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોના લોકેશન વિશે જાણી શકાશે.

અમરનાથ યાત્રા સુખદ રહે તે માટે બેઝ કેમ્પ ખાતે પ્રથમ પૂજા અને આરતી કરવામાં આવ્યા હતા. આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. જેના કારણે ભક્તો પણ પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news