બાબાસાહેબને ચૂંટણી હરાવવા માટે નહેરુજીએ પૂરેપૂરું જોર લગાવ્યું હતું: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યા પર દિલ્હીના 26 અલીપુર રોડ સ્થિત ડો.આંબેડકર નેશનલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કોંગ્રેસ પર બાબાસાહેબના અપમાનનો આરોપ લગાવ્યો

બાબાસાહેબને ચૂંટણી હરાવવા માટે નહેરુજીએ પૂરેપૂરું જોર લગાવ્યું હતું: પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યા પર દિલ્હીના 26 અલીપુર રોડ સ્થિત ડો.આંબેડકર નેશનલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કોંગ્રેસ પર બાબાસાહેબના અપમાનનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત પોતાના ભાષણમાં પીએમ મોદીએ એસસી એસટી એક્ટને લઈને થયેલા પ્રદર્શન પર દલિત સમુદાયને ભરોસો અપાવ્યો કે કાયદાને નબળો પડવા દઈશુ નહીં. કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો કે કોંગ્રેસે બાબાસાહેબ માટે કર્યું હોય તેવું એક કામ બતાવે. તેમણે કહ્યું કે જે ન્યૂ ઈન્ડિયાની હું વાત કરું છે તે બાબાસાહેબના સપનાનું ભારત છે. તેમણે કહ્યું કે અમારી સરકારે પહેલીવા 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ જાહેર કર્યો હતો અને આ મુદ્દે સંસદમાં બે દિવસ ચર્ચા ચાલી હતી.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને બાબાસાહેબ વચ્ચે જ્યારે સંબંધ તૂટવાનો છેલ્લો દોર હતો તો ઘણી વાતો એવી છે તે હું કરવા બેસું તો દિવસો પસાર થઈ જાય. તમામ વિવાદોના કારણે બાબાસાહેબે  નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે પોતાના નિવેદનમાં તેમણે તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. હું તે નિવેદન અંગે તમને જણાવવા માંગુ છું. જેથી કરીને દેશભરના આદિવાસીઓ, દલિત અને પછાત સમાજ એ જાણી શકે કે કોંગ્રેસે બાબાસાહેબ સાથે કેવો વર્તાવ કર્યો હતો.

બાબાસાહેબે નહેરુ કેબિનેટમાંથી કેમ આપ્યું રાજીનામું?
પીએમ મોદીએ બાબાસાહેબ આંબેડકરના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે 'મને કેબિનેટની કોઈ કમિટીમાં લેવામાં આવ્યો નહતો. વિદેશ મામલાની કમિટી, રક્ષા કમિટી, એક પણ નહીં. મને લાગ્યું કે મને આર્થિક મામલાની કમિટીમાં જગ્યા મળશે. પંરતુ તેમાં પણ મને ન લેવાયો. મને માત્ર એક નાણામંત્રાલય આપવામાં આવ્યું જેમાં કઈ ખાસ કામ નહતું.'

પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબ વિચારતા હતાં કે તેમને યોગ્યતાના આધારે કામ આપવામાં આવશે. કોઈ મંત્રાલયની વધારાની જવાબદારી સુદ્ધા બાબાસાહેબને અપાઈ નહતી. અન્ય એક મોટું કારણ હતું જેના કારણે બાબાસાહેબે કોંગ્રેસ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. પીએમ મોદીએ આંબેડકરનો હવાલો આપતા કહ્યું કે "હવે હું તમને કારણ જણાવવા માંગું છુ, જેણે સરકારથી મારો મોહ ભંગ કરી નાખ્યો. જે પછાતો અને દલિતો સાથે કરવામાં આવી રહેલા વર્તન સંલગ્ન જોડાયેલો છે. બંધારણમાં પછાત જાતિઓના હિતોના રક્ષણ માટે યોગ્ય જોગવાઈ નથી અને મને તેનું દુ:ખ છે, આ કાર્ય એક આયોગની ભલામણોના આધારે થવાનું હતું. બંધારણને લાગુ થયે એક વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ સરકારે હજુ સુધી આયોગને નિયુક્ત કરવા અંગે વિચાર્યું સુદ્ધા નથી."

કોંગ્રેસની સોચ બદલાઈ નથી-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે 'સાથીઓ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસની સોચ બદલાઈ નથી. 70 વર્ષ પહેલા પછાત જાતિઓ માટે આયોગને લઈને કોંગ્રેસે વાત આગળ ન વધવા દીધી. એટલે સુધી કે બાબાસાહેબે રાજીનામુ પણ આપી દેવું પડ્યું. આજે 70 વર્ષ બાદ પણ કોંગ્રેસ ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાના કામને રોકવાનું કામ કરી રહી છે. સંસદ ચાલવા દેતી નથી. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો મળ્યા બાદ એસસી એસટી આયોગની જેમ તાકાત મળી જશે'

પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો 26 નવેમ્બરના દિવસે મે બંધારણના પુસ્તકને હાથીની પાલકી પર બાબાસાહેબની તસવીર સાથે રાખીને ઝાંકી કઢાવી હતી. હું પોતે આ ઝાંકી સાથે પગપાળા ચાલી રહ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે બાબાસાહેબનું નામ ઈતિહાસમાંથી મીટાવી દેવા માટે પૂરેપૂરી શક્તિ લગાવી હતી. કોંગ્રેસે તેમના અપમાનમાં કોઈ કસર છોડી નહતી.

નહેરુજીએ બાબાસાહેબને ચૂંટણી હરાવી
પીએમ મોદીએ કહ્યું કે ડો.બાબાસાહેબ આંબેડકરને કાયદા મંત્રી બનાવ્યાં બાદ કોંગ્રેસે તેમની સાથે જે વ્યવહાર કર્યો તે દેશે સમજવાની જરૂર છે. તેમણે કહ્યું કે એ વાત બિલકુલ સાચી છે કે જે જે લોકોએ કોંગ્રેસની ઈકો સિસ્ટમ આગળ ઘૂંટણિયા ન ટેક્યા તેમને પુસ્તકોમાં પણ જગ્યા ન અપાઈ. પીએમ મોદીએ જણાવ્યું કે નહેરુજી બાબાસાહેબને લોકસભાની ચૂંટણી હરાવવા માટે તેમના વિરુદ્ધ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસના કારણે બાબાસાહેબ બીજીવાર ચૂંટણી હાર્યા. ડો.શ્યામા પ્રસાદ મુખરજીએ બાબાસાહેબને રાજ્યસભા પહોંચાડ્યાં.

કોંગ્રેસે બાબાસાહેબને ભારત રત્નને લાયક ન ગણ્યાં
પીએમ મોદીએ કહ્યું કે સચ્ચાઈ એ છે કે બાબાસાહેબના નિધન બાદ કોંગ્રેસે રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને પણ ભૂંસી નાખવાની કોશિશ કરી. નહેરુજીથી લઈને રાજીવ ગાંધી સુધી, કોંગ્રેસના તમામ લોકોને ભારત રત્નથી સન્માનિત કર્યાં પરંતુ ક્યારેય બાબા સાહેબ ભારત રત્ન યોગ્ય ન લાગ્યાં.

સંસદના સેન્ટ્રલ હોલમાં આંબેડકર ચિત્ર ન લગાવ્યું
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજમાં સંસદના સેન્ટ્રલ હોલમાં બાબા સાહેબનું ચિત્ર લગાવવા વિરુદ્ધ એવો તર્ક અપાતો હતો કે સેન્ટ્રલ હોલમાં જગ્યા નથી. જે વ્યક્તિએ સેન્ટ્રલ હોલમાં બેસીને બંધારણની રચના કરી હોય. તેની ઝીણી ઝીણી વાતો પર કલાકો ચર્ચા કરી હોય, કોંગ્રેસના શાસન દરમિયાન તેમના માટે જ સેન્ટ્રલ હોલમાં કોઈ જગ્યા નહતી.

હ્રદય પર પથ્થર મૂકીને બાબાસાહેબનું નામ લઈ રહ્યા છે
પીએમ મોદીએ કહ્યું કે બાબાસાહેબના મહાન કર્મોનું, દેશ માટે તેમણે કરેલી સેવાનું જ એ ફળ છે કે એક પરિવારની પૂજા કરનારા, તે પરિવારને દેશના ભાગ્યવિધાતા સમજનારા, હવે હ્રદય પર પથ્થર મૂકીને બાબાસાહેબનું નામ લઈ રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news